Ganesh Chaturthi : મૂર્તિની સ્થાપના વખતે ના પાથરતા લાલ રંગનું કપડું ! શું છે કારણ જાણો અહીં
લોકો મંદિરને સજાવવામાં કોઈ કસર છોડતા નથી. જોકે, ક્યારેક સજાવટ કરતી વખતે કેટલીક ભૂલો થઈ જાય છે જેના સારા પરિણામો મળતા નથી. ઘણા નિયમો એવા છે જે ઘણા પ્રશ્નો પણ ઉભા કરે છે. આ પ્રશ્નોમાંથી એક એ છે કે મંદિરમાં કયા રંગનાં કપડું પાથરવું જોઈએ?

ભગવાન ગણેશનું આવતીકાલે આગમન થઈ રહ્યું છે. મોટાભાગના લોકો ગણેશ ચતુર્થીએ ઘરોમાં પંડાલોમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. આ સાથે લોકો ઘર-મોહોલ્લાનો ખૂણો-ખૂણો પણ શણગારે છે. ત્યારે જો તમે પણ ભાગવાનની સ્થાપના કરવાના હોય તો ભગવાનના સ્થાપન સમયે પ્રતિમા નીચે મોટાભાગના લોકો લાલ રંગનું કપડું કે આસન રાખે છે. ત્યારે વાસ્તુ આ રંગના કપડાનો ઉપયોગ કરવાની ના પાડે છે, તો કેમ અને લાલ રંગનું નહીં તો બીજા કયા રંગનું કપડું ભગવાનના સ્થાપન સમયે ઉપયોગમાં લેવું જોઈએ ચાલો જાણીએ.
લાલ રંગ કેટલો યોગ્ય છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાલ રંગ ઉર્જાથી ભરેલો છે અને તેને જોસ અને ઉગ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ લાલ રંગ અગ્નિ તત્વનું પ્રતિક છે, જે બેચેની અને ગરમી વધારે છે. મંદિરમાં પૂજા કરતી વખતે મન શાંત રાખવું ખૂબ જ જરૂરી છે. જો મનમાં સ્થિરતા હશે તો જ તમે સાચા હૃદયથી મંત્રોચ્ચાર કરી શકશો. લાલ રંગ મનને અશાંત બનાવે છે, જેના કારણે પૂજા દરમિયાન યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, મંદિરમાં લાલ રંગના કપડાનો ઉપયોગ યોગ્ય માનવામાં આવતો નથી.
(Video Credit-@Realclip-69)
લાલ રંગને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે. આ પૂજા સ્થળની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને અહંકારને પ્રોત્સાહન આપી શકે છે. લાલ રંગ મનને અસ્થિર કરી શકે છે, જે ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
તો બીજા કયા રંગનું કપડું મૂકવું?
મંદિરમાં લાલ રંગનું કપડું ના મુકવું તેની જગ્યા એ હળવા અથવા તો સૌમ્ય રંગનું કપડું પાથરવું જોઈએ. જેમ કે મંદિરમાં પીળા રંગનું કપડા ફેલાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત, આછા વાદળી રંગનો ઉપયોગ કરવો પણ યોગ્ય છે. તે સાથે આછું લીલા અને ગુલાબી રંગના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો.
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી
