AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રંગભરી એકાદશી પર તુલસીના આ અચૂક ઉપાયોથી વરસશે લક્ષ્મી- નારાયણની કૃપા, જાણો પૂજાના ખાસ નિયમો

27 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે રંગભરી એકાદશી. આ પવિત્ર દિવસે તુલસીની મંજરી, દીપદાન અને ખાસ મંત્રોના જાપ કરવાથી આર્થિક તંગી અને નકારાત્મકતા દૂર થાય છે. જાણો ભાગ્ય ચમકાવવા માટેના 5 ખાસ ઉપાયો.

રંગભરી એકાદશી પર તુલસીના આ અચૂક ઉપાયોથી વરસશે લક્ષ્મી- નારાયણની કૃપા, જાણો પૂજાના ખાસ નિયમો
Image Credit source: AI
| Updated on: Feb 23, 2026 | 5:55 PM
Share

હોળીના તહેવાર પહેલા ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને ‘રંગભરી એકાદશી’ અથવા ‘આમલકી એકાદશી’ કહેવામાં આવે છે. વર્ષ 2026માં આ શુભ તિથિ 27 ફેબ્રુઆરી ના રોજ છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવાથી જીવનમાં ખુશીઓના રંગ ભરાઈ જાય છે.

મહત્વની વાત કે એકાદશીના દિવસે તુલસીમાં જળ ચડાવવું અને તેના પાન તોડવા વર્જિત છે. તેથી પૂજા માટેના પાન કે મંજરી એક દિવસ પહેલા જ તોડી લેવા જોઈએ.

કિસ્મત ચમકાવવા માટેના ખાસ ઉપાયો

  • 11 દીવાનું દાન

સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો અને ‘મહાપ્રસાદ જનની…’ મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય મોટામાં મોટા સંકટને ટાળવાની શક્તિ ધરાવે છે.

  • મંજરી અને કાચું દૂધ

જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ, તો ગાયના કાચા દૂધમાં તુલસીની મંજરી ભેળવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તેનાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલે છે.

  • પીળા દોરાનું સુરક્ષા કવચ

તુલસીના છોડના થડ પર પીળો કાચો દોરો અથવા કલાવો સાત વાર લપેટો. આમ કરતી વખતે તમારી મનોકામના મનમાં બોલતા રહો. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય હોવાથી આ ઉપાયથી ઘરમાં શાંતિ સ્થપાય છે.

  • તુલસીની માટીનો તિલક

માનસિક શાંતિ અને પોઝિટિવિટી મેળવવા માટે તુલસીના ક્યારાની પવિત્ર માટીનો તિલક લગાવો. તેનાથી આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો થાય છે.

  • ગંગાજળનો છંટકાવ

એકાદશીએ તુલસીને જળ તો ન ચડાવી શકાય, પરંતુ એક પાત્રમાં શુદ્ધ જળ લઈ તેમાં તુલસીના સૂકા પાન નાખીને તે પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનો નાશ થાય છે.

કરિયર અને લગ્ન માટેના વિશેષ ઉપાયો

  • તુલસી નામાષ્ટક પાઠ: જેમના વિવાહમાં વિલંબ થતો હોય તેમણે તુલસી પાસે બેસીને ‘તુલસી નામાષ્ટક’નો પાઠ કરવો જોઈએ.
  • મંજરીનું દાન: મંદિરમાં તુલસીની મંજરીનું દાન કરવું તે સુવર્ણ દાન સમાન ગણાય છે, જે કરિયર અને બિઝનેસની અડચણો દૂર કરે છે.

Disclaimer: આ લેખ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની પુષ્ટિ કરતું નથી અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી, વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શું તડકામાં રાખેલું પાણી પીવાથી વિટામિન-D મળે છે ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">