AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રીમાં અને સામન્ય દિવસોમાં ભારતના એવા 7 પ્રસિદ્ધ મંદિર જ્યાં દેવી – દેવતાને લાગે છે નોનવેજનો ભોગ, જાણો સદીઓ જૂની પરંપરા!

નવરાત્રીમાં જ્યાં એક તરફ સાત્વિક આહાર અને પૂજાનું મહત્વ છે, ત્યારે ભારતમાં કેટલાક એવા શક્તિપીઠો અને પવિત્ર મંદિરો પણ છે જ્યાં દેવીને માછલી અને બકરાના માંસનો નૈવેદ્ય ધરાવવાની પ્રાચીન તાંત્રિક પરંપરા ચાલી આવે છે.

નવરાત્રીમાં અને સામન્ય દિવસોમાં ભારતના એવા 7 પ્રસિદ્ધ મંદિર જ્યાં દેવી - દેવતાને લાગે છે નોનવેજનો ભોગ, જાણો સદીઓ જૂની પરંપરા!
Image Credit source: AI Generate
| Updated on: Oct 15, 2026 | 5:57 PM
Share

શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. મા દુર્ગાને સમર્પિત આ પર્વ દરમિયાન સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ ડુંગળી, લસણ અને તામસિક ભોજનથી સખત પરહેજ કરે છે અને મંદિરોમાં પણ માતાજીને શુદ્ધ સાત્વિક ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં કેટલાક એવા જાણીતા શક્તિપીઠો અને ધાર્મિક સ્થાનો છે જ્યાં દેવીને માંસાહારી ભોગ અર્પણ કરવાની સદીઓ જૂની પરંપરા છે? આવો જાણીએ આવા જ 7 પવિત્ર ધામો વિશે:

  • વિમલા મંદિર (પુરી, ઓડિશા)

ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિર પરિસરમાં આવેલું વિમલા મંદિર એક અત્યંત મહત્વપૂર્ણ શક્તિપીઠ છે. અહીં દુર્ગા પૂજા દરમિયાન એક વિશેષ અનુષ્ઠાન યોજાય છે. આ પરંપરા અંતર્ગત સૂર્યોદય પૂર્વે બકરાની બલિ આપવામાં આવે છે. આ સાથે જ પવિત્ર માર્કંડેય સરોવરમાંથી લાવવામાં આવેલી માછલી રાંધીને દેવી વિમલાને અર્પિત કરવામાં આવે છે. આ અનુષ્ઠાનને ‘વિમલા પુરુસા’ કહેવામાં આવે છે અને પૂજામાં ઉપસ્થિત ભક્તોને આ માંસનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

  • તરકુલહા દેવી મંદિર (ગોરખપુર, ઉત્તર પ્રદેશ)

ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત તરકુલહા દેવી મંદિરમાં પણ માતાજીને માંસાહારી ભોગ ચઢાવવાની પ્રથા છે. અહીં નવરાત્રી દરમિયાન, ખાસ કરીને ચૈત્ર રામનવમી આસપાસ દેવીને પ્રસન્ન કરવા માટે બકરાની બલિ આપવાની પરંપરા નિભાવાય છે. બલિ બાદ બકરાના માંસને રાંધીને ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે.

  • પરસ્સિનીક્કડવુ મંદિર (કેરળ)

કેરળના આ અનોખા મંદિરમાં ભગવાન મુથપ્પનને શેકેલી માછલી અને તાડી (દેશી પીણું) અર્પણ કરવાની અનોખી પરંપરા છે. પૂજા-અર્ચના સંપન્ન થયા બાદ આ ભોગ ભક્તોમાં પવિત્ર પ્રસાદ તરીકે વહેંચાય છે.

  • મુનિયાંડી સ્વામી મંદિર

વડક્કમપટ્ટી એ તમિલનાડુના મદુરાઈ જિલ્લા નજીક આવેલું એક નાનકડું ગામ છે. અહીંના વાર્ષિક મંદિર મહોત્સવ દરમિયાન, ગામમાં એક ભોજન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં 2,000 કિલોગ્રામ બિરયાની તૈયાર કરીને ‘પ્રસાદ’ (પવિત્ર અર્પણ) તરીકે પીરસવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે બિરયાની એ ભગવાન મુનિયાંડીનો પ્રિય ખોરાક છે.

  • કામાખ્યા મંદિર (આસામ)

આસામનું કામાખ્યા મંદિર દેવીના 51 શક્તિપીઠોમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે. આ મંદિર શક્તિ ઉપાસના અને તાંત્રિક સાધનાનું મોટું કેન્દ્ર છે. અહીં શાકાહારી ભોગની સાથે-સાથે બકરા અને માછલીના માંસનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. જોકે, આ પ્રસાદ બનાવતી વખતે લસણ કે ડુંગળીનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી.

  • તારાપીઠ મંદિર (પશ્ચિમ બંગાળ)

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું તારાપીઠ મા તારાનું અત્યંત પ્રખ્યાત શક્તિપીઠ છે. આ મંદિર તાંત્રિક પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અહીં મા તારાને મટન અને માછલીનો ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને બકરાનું માંસ અને ‘શોલ’ માછલી રાંધીને અર્પણ કરવાની વિશિષ્ટ પરંપરા છે.

  • કાલીઘાટ મંદિર (પશ્ચિમ બંગાળ)

કોલકાતા સ્થિત કાલીઘાટ મંદિર પણ 51 શક્તિપીઠો પૈકીનું એક પવિત્ર ધામ છે. અહીં પણ દેવીને માંસનો ભોગ ધરાવવાની પ્રથા છે. શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ થયા બાદ મંદિરમાં બકરાની બલિ આપે છે અને ત્યારબાદ તે માંસ માતાજીને ભોગ તરીકે ચઢાવી પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.

Breaking News: પાકિસ્તાન સહિત 31 મુસ્લિમ દેશોના મુસ્લિમ ક્રૂ મેમ્બર્સ પર પ્રતિબંધ- ફ્લાયદુબઈ ઘટના બાદ ઇઝરાયલ-ફ્રાન્સનો મોટો નિર્ણય!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">