AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન સહિત 31 મુસ્લિમ દેશોના મુસ્લિમ ક્રૂ મેમ્બર્સ પર પ્રતિબંધ- ફ્લાયદુબઈ ઘટના બાદ ઇઝરાયલ-ફ્રાન્સનો મોટો નિર્ણય!

ફ્લાયદુબઈ વિમાન અપહરણના પ્રયાસ બાદ ઇઝરાયલે હવાઈ સુરક્ષા નિયમો અત્યંત કડક બનાવ્યા છે. એર ફ્રાન્સ સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાન, ઈરાન અને સાઉદી અરેબિયા સહિત 31 મુસ્લિમ દેશોના પાઇલટ્સ અને કેબિન ક્રૂ પર ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

Breaking News: પાકિસ્તાન સહિત 31 મુસ્લિમ દેશોના મુસ્લિમ ક્રૂ મેમ્બર્સ પર પ્રતિબંધ- ફ્લાયદુબઈ ઘટના બાદ ઇઝરાયલ-ફ્રાન્સનો મોટો નિર્ણય!
| Updated on: Oct 14, 2026 | 10:00 PM
Share

ફ્લાયદુબઈની ચકચારી ઘટના બાદ એર ફ્રાન્સે ઇઝરાયલના નવા સુરક્ષા નિયમોનું પાલન કરતાં પાકિસ્તાની તેમજ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના ક્રૂ મેમ્બર્સ પર ઇઝરાયલ તરફ જતી ફ્લાઇટ્સમાં ફરજ બજાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એર ફ્રાન્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેઓ ઇઝરાયલના આ નવા કાયદાકીય નિયમોનું પાલન કરી રહ્યા છે, જે અંતર્ગત ચોક્કસ દેશોના ફ્લાઇટ ક્રૂ સભ્યોને ઇઝરાયલ માટે ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી નથી.

ઇઝરાયલની આ નવી સુરક્ષા નીતિથી 31 દેશોના નાગરિકો પ્રભાવિત થયા છે, જેમાં મોટાભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો જેમ કે પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા, અલ્જીરિયા, ઓમાન, નાઇજર અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ, એર ફ્રાન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અન્ય તમામ એરલાઇન્સની જેમ, એર ફ્રાન્સે પણ જે દેશોમાં તે સેવાઓ આપે છે ત્યાંના સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત એન્ટ્રી નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે, પછી ભલે તે નિયમો ગ્રાહકો માટે હોય કે કર્મચારીઓ માટે. તેલ અવીવ તરફ જતી ફ્લાઇટ્સ માટે ઇઝરાયલી ઓથોરિટી દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અંગે સંબંધિત સ્ટાફને માહિતગાર કરી દેવામાં આવ્યા છે.”

ઇઝરાયલનો વિદેશી એરલાઇન્સને સ્પષ્ટ આદેશ

ઇઝરાયલી બ્રોડકાસ્ટર N12 ના અહેવાલ મુજબ, ફ્લાયદુબઈની ઘટના બાદ ઇઝરાયલના પરિવહન અને રોડ સેફ્ટી મંત્રાલયે 1 ઓક્ટોબરના રોજ વિદેશી એરલાઇન્સને કડક સંદેશ મોકલ્યો હતો. મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઇઝરાયલના એરસ્પેસમાં ઉડાન ભરતા પાઇલટ્સ અને કેબિન ક્રૂ પાસે એવા દેશોની નાગરિકતા કે ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડી નાગરિકતા) ન હોવી જોઈએ જે દેશો સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધો નથી.

ઉલ્લેખનીય છે કે ઓમાની પાઇલટ દ્વારા ફ્લાયદુબઈ ફ્લાઇટને હાઇજેક કરવાના કરાયેલા નિષ્ફળ પ્રયાસ બાદ ઇઝરાયલે આ આકરું પગલું ભર્યું છે. આ ફ્લાઇટને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને ક્રેશ થતાં બચાવી લીધી હતી.

Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મળશે યાત્રા વીમો!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">