Bhakti: શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

|

Oct 09, 2021 | 10:26 AM

અપુત્રને માતાજી પુત્ર પ્રદાન કરવાવાળા છે, જે દરિદ્ર હોય એવી વ્યક્તિ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણથી ધનવાન બને છે. કોઈ રોગી હોય તો માતાજીની કૃપાથી એ રોગમુક્ત થાય છે !

Bhakti: શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !
સંતતિ અને સંપત્તિ પ્રદાન કરશે મા જગદંબા

Follow us on

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

સુતજી શ્રીમદ્ દેવી ભાગવતનો મહિમા વર્ણવતા ઋષિમુનિઓને કહે છે કે ‘શ્રીમદ્ દેવી ભાગવત’ એ ગમે ત્યારે ગમે તે સમયે શ્રવણ કરી શકાય.
“दीनानाम नियमो नात्र मासानाम नियमो पिन: सदा सेव्यम देवी भागवतम नरै: ।।”
શ્રીમદ્ દેવી ભાગવતનું સેવન વ્યક્તિએ કરવું જોઈએ. પણ સુતજીએ ઋષિમુનિઓને કહ્યું કે આપણે ત્યાં ચાર નવરાત્રિ છે. આ ચાર નવરાત્રિમાં શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણનો વિશેષ મહિમા છે. એમાં ‘ચૈત્ર’ માસની નવરાત્રિ અને ‘અશ્વિન’ માસની નવરાત્રિમાં શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણનું સવિશેષ મહત્વ છે. તો આ ચાર નવરાત્રિ કઈ – કઈ છે ? એક ‘મહા’ મહિનાની નવરાત્રિ, ત્યારબાદ ‘અષાઢ’ મહિનાની નવરાત્રિ, એ પછી ‘ચૈત્ર’ મહિનાની નવરાત્રિ અને ત્યાર પછી ‘આસો’ મહિનાની નવરાત્રિ.

આ ‘આસો’ મહિનાની નવરાત્રિની જ્યારે ‘અષ્ટમી’ આવે અને એ ‘અષ્ટમી’ના સમયે સૂર્ય કન્યા રાશિમાં હોય એ સમયે વિદ્વાન બ્રાહ્મણને જો શ્રીમદ્ દેવી ભાગવત ગ્રંથનું દાન કરવામાં આવે તો જગદંબાની અત્યંત કૃપા દ્રષ્ટિ પરિવાર ઉપર થાય છે. એક શ્લોક છે કે
“अष्टा दसपुरणानाम मध्ये सर्वोत्तमम परम देवी भागवतम तत्र धर्म कामार्थ मोक्षदं ।।”
અઢાર પુરાણોમાં ‘શ્રીમદ્ દેવી ભાગવત’ એ સર્વોત્તમ પુરાણ છે. એને શ્રવણ કરવાથી વ્યક્તિનાં ચાર પુરુષાર્થ “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ” સિદ્ધ થાય છે. શ્રીમદ્ દેવી ભાગવતનાં શ્રવણથી બીજા કયા ફળ મળે ? તો સુતજી કહે છે કે
“अपुत्रो लभते पुत्र दरिद्रो धनवान भवेत रोगी रोगा प्रमुच्येत बद्धो मुच्येव बंधनात ।।”
આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે – અપુત્રને માતાજી પુત્ર પ્રદાન કરવાવાળા છે; જે દરિદ્ર હોય એવી વ્યક્તિ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણથી ધનવાન બને છે. કોઈ રોગી હોય તો માતાજીની કૃપાથી એ રોગમુક્ત થાય છે. કોઈ બાળકને કોઈ ગ્રહ કષ્ટ પહોંચાડતો હોય તો એના નિવારણ માટે એના માતા-પિતા જો શ્રીમદ્ દેવી ભાગવતનું શ્રવણ કરે તો એ બાળક ગ્રહપીડામાંથી મુક્ત થાય છે.

ગંગાજીમાં સ્નાન કરવાથી જે ફળ મળે, ભગવાન બદ્રિનાથના દર્શન કરવાથી જે ફળ મળે, મથુરાજીમાં દર્શન કરવાથી જે ફળ મળે, ગયાજી માં ‘ગયા શ્રાદ્ધ’નું જે ફળ મળે એનાંથી કરોડોગણું ફળ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. માતાજીની કૃપાથી મહામારી જેવાં રોગોનું પણ નિવારણ થાય છે. જગદંબાની સન્મુખ કોઈપણ મેલું તત્વ ટકી શકતું નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ સ્વયં સુતજીએ વર્ણવ્યો દેવી ભાગવતનો મહિમા, મોક્ષની પ્રાપ્તિ કરાવશે શ્રીમદ્ દેવી ભાગવતની કથા !

આ પણ વાંચોઃ કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

Next Article