Bhakti : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

જગતનું નિર્માણ કરનાર "બ્રહ્માણી"થી લઈ પાલન કરનાર "નારાયણી" અને સંહાર કરનાર "રુદ્રાણી" સુધી આખુંયે જગ તો શક્તિને સમર્પિત છે. કહે છે કે આ જગત એ જગદંબાને રમવા માટેનું ક્રીડાંગણ છે.

Bhakti : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા
જગતનો આધાર છે જગદંબા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:38 AM

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

Bhakti : વૈદિક સંસ્કૃતિ(SANSKRUTI) એ આપણે ત્યાં પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ છે. પ્રાચીનમાં પ્રાચીન આપણે ત્યાં વેદો હતાં. वेदो खिलो धर्म मूलम – ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જો કોઈ હોય તો એ વેદો છે. પણ વેદોની ભાષા અત્યંત કઠિન છે. સર્વસામાન્ય વ્યક્તિઓ વેદની ભાષાને સમજી ન શકે. એના માટે ભગવાન વેદ વ્યાસજીએ પુરાણોનું સર્જન કર્યું છે. એક મત એવો છે કે વેદો, પુરાણો આ બધા બ્રહ્માજીના મુખમાંથી જ પ્રગટ થયા છે. પુરાણ ચાર લાખ શ્લોકોમાં હતું એવું વિદ્વાનો માને છે. કેટલાંક વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે એક જ પુરાણ ચાર કરોડ શ્લોકોમાં હતું. પણ વ્યાસજીએ તેને ૧૮ ભાગમાં ક્રમબદ્ધ કર્યું.

પુરાણ છે તો પ્રાચીન, પણ અર્વાચીન સમસ્યાઓનું સમાધાન કરે છે; અર્થાત્ એમ કહી શકાય કે પુરાણ એ પાંચમો વેદ છે. જે વાતો વેદોમાં છે એ જ વાતો પુરાણોમાં દર્શાવેલી છે. તો ૧૮ પુરાણોમાં શ્રીમદ્ દેવી ભાગવતનો ક્રમ એ પાંચમો છે. શ્રીમદ્દેવી ભાગવતનાં ૧૨ સ્કંધ છે, ૩૧૮ અધ્યાય છે અને ૧૮ હજાર શ્લોકો છે. શ્રીમદ્દેવી ભાગવતનો પરિચય સ્કંદ પુરાણના માનસખંડમાં આપવામાં આવ્યો છે. માનસખંડના પાંચ અધ્યાયમાં આ શ્રીમદ્દેવી ભાગવતનો પરિચય છે. આ શ્રીમદ્દેવી ભાગવતમાં જે જગદંબાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એ માતાજીનું સ્વરુપ કેવું છે..!? તો સ્કંદ પુરાણના માનસખંડમાં એને દર્શાવ્યું છે. માનસખંડમાં એટલા માટે દર્શાવ્યું છે કે સ્વયં જગદંબા આપણાં મનમંદિરમાં નિવાસ કરે છે. મંદિરમાંતો જે માતાજી છે એ મૂર્તિ સ્વરૂપે છે. પણ આપણાં મનમંદિરમાં જગદંબા નિવાસ કરે એવો ભાવ છે.

માનસખંડમાં આરંભમાં મંગલાચરણ કર્યું છે. श्रुष्टऔया सरगरूपा जगदवनविधव पालनी या च रौद्री संहारचापि यस्या जगदीदमखीलं क्रीड़नम या पराख्या पश्यन्ति मध्यमा थ तदनु वैकरी वर्णरूपा शाश्वद वाचम प्रसन्ना विधिहरि गिरिशा राधि तालम करोतु ।। આ મંગલાચરણનો ભાવાર્થ એવો છે કે, માં જગદંબાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શક્તિનું સ્વરૂપ કેવું છે..!? તો આ સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર, નિર્લેપ છે જે આ બધા શક્તિના સ્વરૂપો છે. આ નિર્ગુણા શક્તિ ભક્તજનો માટે સગુણા થયા છે. એટલે સર્જન સમયે એ જ જગદંબા “બ્રહ્માણી” માતાજી બન્યા છે, પાલન સમયે એ જ માં “નારાયણી” બન્યા છે અને સંહાર સમયે એ જ માતાજીએ “રુદ્રાણી”નું સ્વરૂપ ધારણ કર્યું છે. અર્થાત શક્તિનું સ્વરૂપ એક જ છે પણ સમયે-સમયે માતા વિવિધ સ્વરૂપે પ્રગટ થયા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઉદાહરણ તરીકે, એક ગોપાલ એ કોઈના દાદા પણ હોય, એ જ ગોપાલ કોઈનો દીકરો પણ હોય; એ જ ગોપાલ કોઈનો સાળો પણ હોય અને કોઈનો બનેવી પણ હોય; એ જ ગોપાલ કોઈનો સસરો પણ હોય અને કોઈનો ભત્રીજો પણ હોય; એ જ ગોપાલ કોઈનો પતિ પણ હોય અને કોઈનો ભાઈ પણ હોય; પણ ગોપાલ તત્વ એક જ છે. એમ શક્તિ તત્વ પણ એક જ છે. પણ સમય-સમય પર એમણે સ્વરૂપો પ્રગટ કર્યા છે.

તો સર્જન સમયે માં “બ્રહ્માણી” બન્યા છે પાલન સમયે એ માં “નારાયણી” બન્યા છે અને સંહાર સમયે એ જ માતાજી એ “રુદ્રાણી”નું સ્વરૂપ ધારણ કર્યું છે. આ જગત એ જગદંબાને રમવા માટેનું ક્રીડાંગણ છે. માં રમી રહી છે. સરળ શબ્દોમાં વર્ણવું તો આ જગત એ માતાજીને રમવા માટેનું મેદાન છે. આપણે ઘણીવાર શબ્દ પ્રયોગ કરતાં હોઈએ છીએ. કે “ગરબે રમવા આવો.” તો એ જે ભાવ છે, એ અહિયાં ચરિતાર્થ થયો છે. માતાજી ઘટ-ઘટમાં રમી રહ્યા છે. તો એ માતાજી “વર્ણ” સ્વરૂપે છે. આપણાં જે વ્યંજનો છે “ક” થી લઈ અને જેટલા અક્ષરો છે એ માતાજીના સ્વરૂપ છે. “ક” એ “કાલિકા” નો છે. “મ” એ “માહેશ્વરી” નો છે. “અ” એ “અંબિકા” નો છે. “બ” એ “બહુચર” માતાજીનો છે. “વ” એ “વારાહી” નો છે. “ગ” એ “ગૌરી” નો છે. એટલે કોઈપણ અક્ષર એવો નથી કે “શક્તિ” ન હોય. બધાજ માતાના સ્વરૂપો છે.

“વાણી” સ્વરૂપે માં “જગદંબા” બિરાજમાન છે. “વાણી” ના ચાર પ્રકાર છે. “પરા”, “પશ્યંતી”, “મધ્યમાં”, “વૈકરી”. તો એ માતાજીનું સ્વરૂપ છે. આ એ શક્તિ છે જેનું આરાધન ત્રણેય દેવો કરે છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજી. “વિધિ”, “હરિ”, “ગિરિશ” – “વિધિ” એટલે “બ્રહ્માજી”, “હરિ” એટલે “ભગવાન વિષ્ણુ” અને “ગિરિશ” એટલે “શિવ”. તો એવા હે જગદંબા ! તમે મારા ઊપર પ્રસન્ન થાઓ. જે વાણીથી હું તમારા ગુણ ગાવા બેઠો છું. તમે મારી વાણીને અલંકૃત કરો. नारायणम नमसकृत्य नरमचैव नरोत्तमम देवीम सरस्वतीम व्यासम ततो जय मुदिरये ।। આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે – ભગવાન નર-નારાયણને નમસ્કાર કર્યા છે. સરસ્વતી માતાજીને વંદન કર્યા છે અને “જય” શબ્દથી શ્રીમદ્દેવી ભાગવતના માહાત્મ્યનો આરંભ થયો છે. ऋशयऊ चुहु सूतजीव समा बहुभीर यस्त्रम श्रावय सिंहन कथाम मनोहरा पुण्या व्यास शिष्य महामते ।। નેમિષારણ્યમાં ૮૮ હજાર ઋષિમુનિઓ સત્સંગ માટે એકત્રિત થયા છે. વક્તા તરીકે સુતપુરાણી છે. સાંભળવાવાળા જે શ્રોતાઓ છે એ ૮૮ હજાર ઋષિમુનિઓ છે. દેવી ભાગવતના માહાત્મ્યમાં પ્રારંભે આ બધા ઋષિમુનિઓએ સુતજીને આશીર્વાદ આપ્યા છે. હે સુતજી ! તમે ખુબ લાંબુ જીવો કારણ કે, તમે અમને કથા સંભળાવો છો. એ કથા કેવી છે .!? તો કહે છે मनोहरा पुण्या – કથા મનને હરવાવાળી છે અને પુણ્યને વધારવાવાળી છે. व्यास शिष्य महामते – તમે ભગવાન વેદ વ્યાસજીનાં કૃપાપાત્ર શિષ્ય છો કારણ કે, તમે ભગવાન વેદ વ્યાસજીનાં ચરણોમાં બેસી પુરાણોની વિદ્યાને ભણ્યા છો. બધા પાપોને હરવાવાળું ભગવાન વિષ્ણુનું ચારિત્ર અમે શ્રવણ કર્યું. જેમાં ભગવાનના અવતારો વિષે અમે સાંભળ્યું. મહાદેવજીના ચારિત્રમાં ભષ્મ (ભભૂતિ) અને રુદ્રાક્ષનો મહિમા તમે અમને વર્ણવ્યો. પણ હવે અમારે “શ્રીમદ્ દેવી ભાગવત” ને સાંભળવાની ઈચ્છા છે. હવે અમને “ભગવતી”નો મહિમા વર્ણવો. એટલે અહિયાં એક વાત સ્પષ્ટ થાય છે કે ભાગવત અને શિવ પુરાણ શ્રવણ કર્યા પછી એમણે દેવી ભાગવત સંદર્ભે પ્રશ્ન પૂછ્યો. આ બધામાંથી એક નિષ્કર્ષ નીકળી શકે કે, આપણાં જેટલાં પુરાણોનું સર્જન થયું એ બધા પુરાણોની કથા સુતજીએ કરી છે. એ જ સુતજી જ્યારે ભાગવતજી કરતાં હોય અને એમાં ભગવાનનો મહિમા વર્ણવતા હોય ત્યારે પણ પ્રસન્ન હોય; એ સુતજી જ્યારે મહાદેવજીનો મહિમા વર્ણવતા હોય ત્યારે પણ પ્રસન્ન હોય અને એ જ સુતજી જ્યારે માતાજીના ગુણ વર્ણવતા હોય ત્યારે પણ પ્રસન્ન હોય. એટલે આ પ્રસંગ એ પણ સમજાવે છે કે, વક્તાએ સર્વ દેવોની પ્રસન્નતા મેળવવી જોઈએ. કોઈપણ વક્તા વક્તવ્ય માટે નિષ્પક્ષ હોવો જોઈએ અને સર્વ દેવોની પ્રસન્નતા માટે એણે બધાજ દેવી-દેવતાઓને આદર આપવો જોઈએ. સુતજીએ બધા દેવોની કથા કરી છે. ગણેશજીની પણ કરી છે, ભગવાન વિષ્ણુનો પણ મહિમા વર્ણવ્યો છે, મહાદેવજીનો પણ મહિમા વર્ણવ્યો છે. તો અહિયાં ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યો કે હવે અમને દેવી ભાગવતની કથા શ્રવણ કરાવો. એ કથા કેવી છે..!? તો કહે છે કે ભૌતિક જગતનું સુખ આપવાવાળી અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે. એટલે માતાજી ભૌતિક જગતનું સુખ પણ આપે છે અને મોક્ષ પણ આપે છે.

આ પણ વાંચો : શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ

આ પણ વાંચો :  તમે કેવી રીતે કરો છો આરતી ગ્રહણ ? જાણી લો આરતીની આસકા લેવાના આ નિયમ

g clip-path="url(#clip0_868_265)">