AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે

આજથી મૃત્યુ પંચકની શરૂઆત થઈ રહી છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ દરમિયયાન આ 5 કાર્યો કરવા અત્યંત અશુભ ગણાય છે. જાણો પંચકની યોગ્ય તારીખ, સમય અને મૃત્યુ પંચકથી બચવા માટેના જરૂરી નિયમો

June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે
| Updated on: Jun 06, 2026 | 5:23 PM
Share

હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સમયની ગણતરીને વિશેષ મહત્વ અપાયુ છે. જેમા એક અત્યંત મહત્વનો અને સંવેદનશલ સમયગાળો પંચકનો હોય છે. આજે 6 જૂનથી 11 જૂન સુધી મૃત્યુ પંચક શરૂ થઈ રહ્યો છે. જ્યારે ચંદ્રમાં ઘનિષ્ઠા થી લઈને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરે છે તેને પંચક તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં, આ સમયને ઘણો સંવેદનશીલ અને પડકારભર્યો માનવામાં આવે છ. આ સમય દરમિયાન અડચણો વધુ આવે છે આથી જ આ દિવસોમાં કેટલાક ચોક્કસ કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે.

6 થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચક

જૂન 2026માં પંચકની શરૂઆત 6 જૂન શનિવારે સાંજે 07.03 વાગ્યાથી શરૂ થાય છે. આ અવધિ 11 જૂન 2026 ગુરુવારની સવાર 08.16 વાગ્યા સુધી રહેશે. જો કે પંચક શનિવારે શરૂ થઈ રહ્યો છે, આથી તેને મૃત્યુ પંચકની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જેને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઘણો જ અશુભ અમંગલકારી ગણવામાં આવે છે.

મૃત્યુ પંચક દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો પંચક દોષ થી બચવા શું કરવુ?

ગરુડ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથ મુહૂર્ત ચિંતામણીમાં જણાવ્યા અનુસાર, શનિવારથી શરૂ થતા આ કાળ દરમિયાન ન્યાયના દેવ શનિદેવ અને કાળના દેવ યમરાજની સંયુક્ત ક્રુર દૃષ્ટિ પૃથ્વી પર પડતી હોવાથી બ્રહ્માંડમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેના લીધે આ 5 દિવસોમાં અકાળ મૃત્યુ, ભયાનક અકસ્માત અને અણધાર્યા વિનાશની સંભાવનાઓ અનેકગણી વધી જાય છે.

શાસ્ત્રોમાં સ્પષ્ટ સૂચવ્યુ છે કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ દિશામાં, પ્રવાસ કરવો, નવો પલંગ બનાવવો કે ઘરનું ધાબુ ભરવું જેવા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ. આવુ કરનાર વ્યક્તિ પોતાના જ હાથે જ સમસ્યાઓને આમંત્રણ આપે છે.

ગરૂડ પુરાણમાં મૃત્યુ પંચક કાળ અંગે સખત ચેતવણી આપવામાં આવે છે કે જો આ કાળ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો પંચક દોષ લાગે છે. આ પંચક દોષના કારણે પરિવારના અન્ય પાંચ સભ્યોના જીવ પર પણ સીધુ મોતનું સંકટ આવે છે. યમરાજના આ પિશાચી પ્રકોપ અને કુટુંબના વિનાશને રોકવા માટે, સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરતી વખતે મૃતદેહની સાથે ઘઉંના લોટ અથવા કુશ (પવિત્ર ઘાસ) ના 5 જીવતા પૂતળા બનાવીને તેમને પણ અગ્નિ દાહ આપવો પડે છે. જેથી યમરાજ અન્ય પાંચ સભ્યો છોડીને આ પૂતળાઓને બલિ સ્વીકારી લે છે. જો આ વિધિમાં સહેજ પણ ચૂક થઈ તો તે આખા વંશને પાયમાલ કરી નાખે છે. તેથી જ આ ચોક્ક, સમગગાળા દરમિયાન અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય ગણાવાઈ છે.

પંચક દરમિયાન આ 5 કામો કરવાથી બચો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પંચકના પાંચ દિવસો દરમિયાન નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધુ હોય છે, આથી આ કાર્યોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

  • નિર્માણ કાર્ય: પંચક દરમિયાન ઘરનું નિર્માણ શરૂ કરવુ કે ધાબુ બાંધવુ (સ્લેબ ભરવો) શુભ નથી મનાતુ.
  • લાકડાનું કામ: ઘર માટે નવુ ફર્નિચર બનાવવુ કે લાકડા એકત્ર કરવા જેવા કાર્યો ટાળવા જોઈએ.
  • દક્ષિણ દિશાની યાત્રા: આ પાંત દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ દિશાની યાત્રા કરવાની મનાઈ કરવામાં આવી છે.
  • ચારપાઈ નું (ખાટલા, પલંગ) નિર્માણ: પંચક દરમિયાન નવી ચારપાઈનું નિર્માણ કરવાનું અશુભ ગણાય છે.
  • અંતિમ સંસ્કાર: જો પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય છે તો દોષ લાગે છે. જેના નિવારણ માટે મૃતદેહની સાથે પાંચ ઘાસના પૂતળા બનાવીને દાહ-સંસ્કાર કરવાનું કહેવાયુ છે.

શા માટે ખાસ છે આ દિવસ

આ કાળ દરમિયાન મનમાં નકારાત્મક્તા ન આવવા દો અને સાત્વિક વિચારોનું પાલન કરો. જો કે આ મૃત્યુ પંચક છે, આથી વિવાદોથી દૂર રહો અને શાંતિ રાખવી તમારા માટે શ્રેષ્ઠ છે. માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ નકારાત્મક પ્રભાવોથી બચી શકે છે.

Disclaimer: આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા,પ્રચલિત રીત રિવાજ અને લોકમાન્યતાને આધારે રજૂ કરવામાં આવેલ છે. Tv9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી.

આ પણ વાંચો:  Garud Puran: નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">