AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garud Puran: નાના બાળકોના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ

બાળકોની અંતિમ સંસ્કારની અલગ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નથી. પરંતુ તેની સાથે ભાવનાત્મક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. જે સમજાવે છે કે જીવન અને મૃત્યુ પાછળ અનેક ગહન અર્થ છુપાયેલા પડ્યા છે. જેને જાણવા અને સમજવા જરૂરી છે.

Garud Puran: નાના બાળકોના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ
| Updated on: Jun 05, 2026 | 7:04 PM
Share

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે હિંદુ ધર્મમાં નાના બાળકોને અગ્નિ દાહ કેમ નથી આપવામાં આવતો. નાના બાળકોના મૃતદેહને સળગાવવાની હિંદુ ધર્મમાં મનાઈ છે. તેને દફનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરવાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આની પાછળ પંચતત્વોનું બનેલુ શરીર પંચતત્વોમાં વિલિન થઈ જાય છે તેવી માન્યતા રહેલી છે. અગ્ન શરીરના પંચતત્વોને મિલાવીને આત્માને તે બંધનમાંથી મુક્ત કરે છે. પરંતુ જ્યારે વાત નાના બાળકોની આવે છે તો ત્યારે આ પરંપરા બદલાઈ જાય છે. તેનુ મુખ્ય કારણ નિર્મળ, કપટ રહિત સ્વભાવ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નાના બાળકોએ આટલી નાની ઉમરમાં એવા કોઈ કર્મ નથી કર્યા હોતા કે તેને જીવન-મરણના બંધનમાં બંધાવુ પડે. તેમની આત્મા પહેલેથી શુદ્ધ અને મુક્ત હોય છે. આથી તેમને અગ્નિથી શુદ્ધ કરવાની જરૂર નથી રહેતી.

નાના બાળકોના નથી થતા અગ્નિ સંસ્કાર

ગરૂડ પુરાણ અનુસાર જે બાળકોને હજુ દાંત પણ નથી આવ્યા અથવા તો જે ઘણુ નાનું શિશુ હોય તેમના દાહ સંસ્કાર નથી કરાતા. અનેક માન્યતાઓમાં 2 થી 5 વર્ષના બાળકોને મૃત્યુ બાદ દફનાવવાની પરપંરા છે. એવુ માનવામાં આવે છે આટલી નાની ઉંમરના બાળકોમાં ‘હું’ અને ‘મારુ’ન ભાવ વિકસીત નથી હોતો. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ કહેવામાં આવે છે કે મનુષ્યના ત્રણ શરીર હોય છે- સ્થૂળ, સૂક્ષ્મ અને શરીર. વયસ્ક વ્યક્તિના શરીરમાં આ ત્રણેય પાંસા મજબુતીથી જોડાઈ ગયા હોય છે. જેને અલગ કરવા માટે અગ્નથી જરૂર હોય છે પરંતુ બાળકોમાં તે સંબંધ અત્યંત નાજુક અને સરળ હોય છે. આથી તેની આત્મા આસાનીથી શરીર છોડી દે છે.

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નાના બાળકોનું શરીર અત્યંત કોમળ હોય છે. તેમના મસ્તકનો ઉપરનો ભાગ (જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે) તે સંપૂર્ણપણે બંધ નથી હોતુ. તેમાંથી પ્રાણ આસાનીથી બહાર નીકળી જાય છે, આથી કપાલ ક્રિયા (અગ્નિદાહ દરમિયાન ખોપરી તોડવી) જેવી ધાર્મિક વિધિની પણ જરૂર નથી રહેતી.

પ્રકૃતિ સાથે જોડાયેલુ છે રહસ્ય

હિંદુ ધર્મમાં શરીર પંચ તત્વો અગ્નિ, જળ,વાયુ, પૃથ્વી અને આકાશનું બનેલુ હોય છે. પુખ્ત વ્યક્તિના શરીરને અગ્નિના માધ્યમથી આ તત્વોમાં વિલિન કરવામાં આવે છે. પરંતુ બાળકનું શરીર પ્રકૃતિની સૌથી નજીક માનવામાં આવે છે. આથી તેને સીધુ માટીને સોંપી દેવુ એ વધુ કુદરતી અને શાંતિપૂર્ણ માનવામાં આવે છે. અન્ય એક કારણ એ છે કે નાના બાળકનું મૃત્યુ પરિવાર માટે ખૂબ જ દુઃખદ ઘટના છે; આવી ક્ષણોમાં, દફનવિધિ પ્રમાણમાં શાંત પ્રક્રિયા પ્રદાન કરે છે, જેમાં બાળક ધરતી માતાના ખોળામાં સુરક્ષિત છે તેવી દિલાસો આપે છે.

Vaibhav Suryavanshi: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની 7 કરોડની નેટવર્થ, જાણો તેને કેટલો ચુકવવો પડશે ઈનકમ ટેક્સ?

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">