દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! અત્યારે જ જાણી લો આ ચમત્કારિક ફળ

દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરશે દુર્ગા ચાલીસા. જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે.

દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! અત્યારે જ જાણી લો આ ચમત્કારિક ફળ
Maa Durga (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:24 AM

ચૈત્રી નવરાત્રી (Chaitri Navratri) એટલે તો આદ્યશક્તિની આરાધનાનો ઉત્તમ અવસર. જગત જનનીની વિશેષ પૂજા કરવાનો અવસર. કેહવાય છે કે નવરાત્રી દરમિયાન જો માતાની સંપૂર્ણ શ્રદ્ધા સાથે આરાધના કરવામાં આવે તો દેવી સૌની મનોકામનાને પરિપૂર્ણ કરે છે. તેમાં પણ જો દુર્ગા ચાલીસાનું પઠન કરવામાં આવે તો તો વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કહે છે કે દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા. ત્યારે આવો આજે અમે આપને જણાવીએ દુર્ગા ચાલીસાથી પ્રાપ્ત થતાં મુખ્ય સાત ફળની.

  1. દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય છે. એમાં પણ તેનું પઠન નવરાત્રી જેવાં અવસર પર સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું બની રહે છે.
  2. નિત્ય દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. પૂર્વે ઋષિમુનિઓ આ જ દુર્ગા ચાલીસાનું પઠન કરી મનને શાંત અને સ્થિર રાખતાં હતા.
  3. કહેવાય છે કે દુર્ગા ચાલીસાના પઠનથી વ્યક્તિ શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
  4. દુર્ગા ચાલીસાના પઠન માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
  5. Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
    Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
    'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
    ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
    સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
  6. વ્યક્તિ જીવનમાં કેટલાય સંકટોનો સામનો કરતો હોય છે. આ તમામ સંકટો અને સમસ્યાઓથી મુક્તિ અપાવનાર મનાય છે દુર્ગા ચાલીસાનો પાઠ. એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે.
  7. માનસિક અને સામાજીક સ્થિતિના સુધાર માટે પણ લોકો દુર્ગા ચાલીસાનો પાઠ કરતાં હોય છે.
  8. જો શ્રદ્ધા સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તન, મન, ધનનુ સુખ અને સમૃદ્ધિનુ વરદાન પ્રાપ્ત થાય છે.

એટલે કે તમારા જીવનના દરેક પ્રશ્નોનું નિવારણ આ ચૈત્રી નવરાત્રીએ કરવામાં આવતાં દુર્ગા ચાલીસાના પાઠમાં રહેલું છે. આપ આ પાઠ નિયમિત પણ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

g clip-path="url(#clip0_868_265)">