Chaitra Navratra : 22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો આ નવ દિવસમાં શું કરવું અને શું ન કરવું

|

Mar 14, 2023 | 3:52 PM

Chaitra Navratra 2023 : એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે છે.

Chaitra Navratra : 22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો આ નવ દિવસમાં શું કરવું અને શું ન કરવું
Chaitra Navratra

Follow us on

આ વખતે 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિ, ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર કલશની સ્થાપના સાથે શરૂ થશે, જે રામ નવમીના દિવસે 30 માર્ચ 2023 સુધીમાં સમાપ્ત થશે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ નવું હિંદુ વિક્રમ સંવત 2080 પણ શરૂ થશે. નવરાત્રિના 9 દિવસ સુધી, દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે છે. પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે અને કોઈપણ ભૂલ વગર કરવામાં આવે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

ચૈત્ર નવરાત્રી તિથિ અને કલશ સ્થાપન પૂજા પદ્ધતિ

પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 માર્ચ, 2023 ના રોજ રાત્રે 10:52 થી શરૂ થઈને 22 માર્ચ, 2023 સુધી રાત્રે 08:20 સુધી રહેશે. નવરાત્રીના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવાનો શુભ સમય 22 માર્ચ 2023ના રોજ સવારે 06.23 થી 07.32 સુધીનો રહેશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ચૈત્ર નવરાત્રીમાં શું કરવું

ચૈત્ર નવરાત્રિ શરૂ થયા પછી, સતત નવ દિવસ સુધી તમારા ઘરની નજીક બનેલા મંદિરમાં જાઓ અને દુર્ગા માતાના દર્શન કરો અને દુર્ગા ચાસીસાનો પાઠ કરો. નવરાત્રીના નવ દિવસો દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. નવરાત્રિના દિવસોમાં સવારે અને સાંજે બંને સમયે મા દુર્ગાની પૂજા કરો. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને જળ અર્પણ કરો. તેનાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. જો શક્ય હોય તો, નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ રાખો અને ઉપવાસ દરમિયાન ફળો ખાઓ.

નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને વિશેષ રૂપે શણગારો અને પૂજામાં સુહાગની તમામ સામગ્રી માતાને અર્પણ કરો. નવરાત્રિ દરમિયાન આવતી અષ્ટમી તિથિએ કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. કન્યા પૂજન પછી કન્યાઓને ભેટ આપો. તેનાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાની સામે અવશ્ય અખંડ દીવો પ્રગટાવો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે, દીવો પ્રગટાવતી વખતે તે આખા નવ દિવસ સુધી સતત સળગવો જોઈએ.નવરાત્રિના નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન આ કામ ન કરવું

નવરાત્રિ દરમિયાન ભોજનમાં ડુંગળી, લસણ અને મસાલા નાખવાનું ટાળો. નવરાત્રી દરમિયાન શાકાહારી ખોરાક લેવો જોઈએ. નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. નવરાત્રિ દરમિયાન કોઈની સાથે વાદ-વિવાદ કરવાનું ટાળો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન

Next Article