AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ

નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ
Chaitra Navratri 2021
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 13, 2021 | 9:56 AM
Share

Chaitra Navratri 2021  : ચૈત્રી નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારે શરૂ થઈ રહી છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવાય છે. નવરાત્રીના આ તહેવારને વર્ષમાં બે વાર પૂરી ઉત્સાહ અને ભાવ ભક્તિથી લોકો માનવતા હોય છે. નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ નવરાત્રીમાં માતાજીની પૂરા ભક્તિભાવથી અને સંપૂર્ણ વિધિ-વિધાનથી જો પુજા અર્ચના કરવામાં આવે તો ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે. તેમજ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

1 )  ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અને અંત ક્યારે છે ? આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારથી શરૂ થઈને 22 એપ્રિલ ગુરુવાર સુધી ચાલશે. 2 )  ચૈત્ર નવરાત્રિ 2021 ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? ચૈત્ર નવરાત્રિનું 2021 સ્થાપન મુહૂર્ત 13 એપ્રિલ સવારે 5 વાગ્યેને 28 મિનિટથી સવારે 10 વાગ્યેને 14 મિનિટ સુધી છે. અવધિ – 4 કલાક 15 મિનિટ સ્થાપનનું બીજું શુભ મુહૂર્ત – સવારે 11 વાગ્યેને 56 મિનિટથી બપોરે 12 વાગેને 47 મિનિટ સુધી 3 ) નવરાત્રિ દરમ્યાન શું કરવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન માતા દુર્ગાની પુજા-અર્ચના કરવી જોઈએ. આ નવ દિવસ વાદ-વિવાદથી બચવું જોઈએ. કડવા વચનોથી બચવું જોઈએ. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 4 ) નવરાત્રિ દરમ્યાન શું ખાવું જોઈએ ? નવરાત્રિ દરમ્યાન શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, તેમજ ઉપવાસ દરમ્યાન ફળ તેયજ સૂકા મેવા ખાવા જોઈએ. 5 ) શું છે નવરાત્રિનું મહત્વ ? નવરાત્રિ દરમ્યાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આ નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ કરે છે. માન્યતા છે કે નવવ્રતરી દરમ્યાન માં દુર્ગાની ઉપાસના કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોના તમામ દુખ દર્દ દૂર થાય છે.

6 ) જાણો ક્યાં દિવસે થશે ક્યાં દેવીની પુજા

પ્રથમ દિવસ: 13 એપ્રિલ 2021, મા શૈલપુત્રી પૂજા બીજો દિવસ: 14 એપ્રિલ 2021, મા બ્રહ્મચારિણી પૂજા ત્રીજો દિવસ: 15 એપ્રિલ 2021, મા ચંદ્રઘંટા પૂજા ચોથો દિવસ: 16 એપ્રિલ 2021, મા કુષ્માન્દા પૂજા પાંચમો દિવસ: 17 એપ્રિલ 2021, મા સ્કંદમાતા પૂજા છઠ્ઠા દિવસ: 18 એપ્રિલ 2021, મા કાત્યાયની પૂજા સાતમમો દિવસ: 19 એપ્રિલ 2021, મા કાલરાત્રી પૂજા આઠમો દિવસ: 20 એપ્રિલ 2021, મા મહાગૌરી પૂજા નવમો દિવસ: 21 એપ્રિલ 2021, મા સિદ્ધિદાત્રી પૂજા દસમો દિવસ: 22 એપ્રિલ 2021, ઉપવાસ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">