ગુરુભક્તિમાં ભીંજાયું બોચાસણ, મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ના નાદ ગુંજી ઉઠ્યા, લોન્ચ કરી Youtube ચેનલ
શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં આશરે 70,000 કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી. આ ઉપરાંત દર્શનાર્થે મંદિરમાં આવેલા ભાવિકો માટે ઠાકોરજીના દર્શન, પ્રસાર અને વ્યવસ્થાની યોગ્યતા બદલ 3500 સ્વયંસેવકોએ સુંદર સેવા આપી.

અષાઢ સુદ પુનમ, ગુરુવાર, 10 જુલાઇ, 2025 – બોચાસણનું પવિત્ર ધામ આજે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવના સાથે ભાવવિભોર બન્યું હતું. બી.એ.પી.એસ. સંસ્થાના ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાયેલા ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવમાં હજારો હરિભક્તોએ ગુરુભક્તિ વ્યક્ત કરી.
સ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વચન આપ્યા
ઉત્સવની થિમ હતી “तस्मै श्री गुरुवे नमः”. જે અંતર્ગત સંતો અને યુવકો દ્વારા ધૂન, સ્તુતિગાન, નૃત્ય અને કથાવાર્તાના કાર્યક્રમો સંકલિત કરીને ગાથાનું ભવ્ય રજૂઆત કરવામાં આવી. પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વચન આપતાં જણાવ્યું હતું:
“ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. અંતર્દૃષ્ટિ કરી, આંતરકચરો સાફ કરીએ તો જીવમાં આધ્યાત્મિક પરિવર્તન આવે.”
ઉત્સવ દરમ્યાન “BAPS સત્સંગ ગુજરાતી” યૂટ્યુબ ચેનલ અને “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસાર માધ્યમો હરિભક્તોને દેશવિદેશમાં સત્સંગની દિશામાં નવી ઊંચાઈ આપે તેવી આશા છે. વિદ્વાન સંતો – પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય આદર્શજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને બીજા સંતો દ્વારા ગુરુની મહિમા અને આધ્યાત્મિક સાધનાનો માર્ગ ઉજાગર કરાયો છે.
જુઓ વીડિયો….
3500 સ્વયંસેવકોએ સેવા આપી
શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં આશરે 70,000 કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી. આ ઉપરાંત દર્શનાર્થે મંદિરમાં આવેલા ભાવિકો માટે ઠાકોરજીના દર્શન, પ્રસાર અને વ્યવસ્થાની યોગ્યતા બદલ 3500 સ્વયંસેવકોએ સુંદર સેવા આપી.
કાર્યક્રમના અંતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને વરિષ્ઠ સંતોએ મહંત સ્વામી મહારાજને પુષ્પહાર દ્વારા વધાવ્યા હતા. ગુરુવંદનાના પાવન પ્રસંગે દરેક હરિભક્તે ગુરુહરિ સમક્ષ મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી ભક્તિની ઊંડાણ અનુભવી હતી. આ ગુરુપૂર્ણિમા ઉત્સવ એક એવું અવસર હતો. જ્યાં ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને ટેક્નોલોજીના સંયોજનથી ભાવિકોનું હૃદય આનંદથી ભીંજાયું હતું.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
