આવી રહી છે મારુતિની ઇલેક્ટ્રિક કાર eVX…સિંગલ ચાર્જ પર દોડશે 500 km

|

Aug 26, 2024 | 8:02 PM

કંપની ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને મહિન્દ્રા જેવી કંપનીઓ કરતાં ઘણી પાછળ રહી ગઈ છે. જો કે, હવે એવા અહેવાલો છે કે કંપની વૈશ્વિક સ્તરે તેનું eVX મોડલ લોન્ચ કરી શકે છે. કંપની નવી દિલ્હીમાં યોજાનાર ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રોડક્શન-સ્પેક eVX SUVનું અનાવરણ કરશે.

આવી રહી છે મારુતિની ઇલેક્ટ્રિક કાર eVX...સિંગલ ચાર્જ પર દોડશે 500 km
Maruti eVX

Follow us on

મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કારની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. કંપની ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને મહિન્દ્રા જેવી કંપનીઓ કરતાં ઘણી પાછળ રહી ગઈ છે. જો કે, હવે એવા અહેવાલો છે કે કંપની જાન્યુઆરી 2025માં વૈશ્વિક સ્તરે તેનું eVX મોડલ લોન્ચ કરી શકે છે.

કંપની નવી દિલ્હીમાં 17 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રોડક્શન-સ્પેક eVX SUVનું અનાવરણ કરશે. કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં ઓટો એક્સપોમાં તેની સત્તાવાર જાહેરાત કરશે. આ કાર 2025ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે.

મારુતિ સુઝુકી eVX ડિઝાઇન

સુઝુકી eVXની ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે કોન્સેપ્ટ મોડલની સરખામણીમાં એકદમ અલગ હશે. તેની પાછળની બાજુએ સમગ્ર પહોળાઈને આવરી લેતી આડી એલઇડી લાઇટ બાર હશે. તેમાં હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, શાર્ક ફિન એન્ટેના હશે. તેના એક્સટીરિયરની વાત કરીએ તો, તેને રેકેડ ફ્રન્ટ વિન્ડશિલ્ડ, સ્ક્વેર્ડ-ઓફ વ્હીલ્સ અને મસ્ક્યુલર સાઇડ ક્લેડીંગ હશે. તેમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ આવશે. તેની લંબાઈ લગભગ 4,300 mm, પહોળાઈ 1,800 mm અને ઊંચાઈ 1,600 mm હોઈ શકે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

મારુતિ સુઝુકી eVX ની બેટરી અને રેન્જ

Suzuki eVX સિંગલ અને ડ્યુઅલ-ઈલેક્ટ્રિક મોટર સેટઅપ બંનેમાં ઉપલબ્ધ હશે. eVX 60 kWh લિ-આયન બેટરી પેકથી સજ્જ થઈ શકે છે, જે લગભગ 500 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. પરીક્ષણ દરમિયાન જોવા મળેલા ફોટામાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને ડ્યુઅલ-સ્ક્રીન લેઆઉટ પણ જોવા મળે છે.

મારુતિ સુઝુકી eVXની આ કાર સાથે કરશે સ્પર્ધા

મારુતિ સુઝુકી eVX આગામી મહિન્દ્રા XUV700 આધારિત ઇલેક્ટ્રિક SUV, Hyundai Creta આધારિત EV, Tata Curve EV, Honda Elevate EV, Kia Seltos EV જેવા અન્ય ઈલેક્ટ્રિક મોડલ સાથે સ્પર્ધા કરશે.

Next Article