AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EVની સૌથી મોટી સમસ્યાનો આવશે અંત, હવે કંપનીઓ બનાવશે એકસરખા ચાર્જર; નવી પહેલ શરૂ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ સિસ્ટમને સુધારવા માટે LEAF (Light Electric Combined Charging System) ની શરૂઆત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અલગ-અલગ ચાર્જિંગ નેટવર્કને એકસાથે જોડીને યુઝર્સ માટે પ્રક્રિયાને સરળ અને ભરોસાપાત્ર બનાવવાનો છે. આ પહેલમાં Hero MotoCorp, Ather Energy અને IPEC India જેવી અગ્રણી કંપનીઓ સામેલ છે.

EVની સૌથી મોટી સમસ્યાનો આવશે અંત, હવે કંપનીઓ બનાવશે એકસરખા ચાર્જર; નવી પહેલ શરૂ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2026 | 4:14 PM
Share

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. 30 માર્ચથી ‘લાઇટ ઇલેક્ટ્રિક-વ્હીકલ એક્સેલરેશન ફોરમ’ એટલે કે LEAF ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જેમાં ઓટો કંપનીઓ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેટર્સ અને ટેકનોલોજી કંપનીઓ સાથે મળીને કામ કરશે.

આ પહેલનું ઉદ્ઘાટન ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કર્યું હતું. LEAFનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટને મજબૂત કરવાનો અને ચાર્જિંગ સિસ્ટમને એકસમાન બનાવવાનો છે.

ચાર્જિંગ સિસ્ટમને સરળ અને એકસમાન બનાવવાનું લક્ષ્ય

LEAF નો સૌથી મોટો ફોકસ એ છે કે અલગ-અલગ કંપનીઓના ચાર્જિંગ સ્ટેશન એકબીજા સાથે કામ કરી શકે. હાલમાં ઘણીવાર એવું બને છે કે અલગ-અલગ કંપનીઓના ચાર્જર એકબીજા સાથે સુસંગત (match) હોતા નથી, જેના કારણે યુઝર્સને ભારે પરેશાની થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે LEAF એક યુનિફાઇડ સિસ્ટમ (Unified System) બનાવવા પર કામ કરશે.

ઘણી મોટી કંપનીઓ આવી સાથે

આ ફોરમની શરૂઆત દેશની મોટી કંપનીઓએ મળીને કરી છે. જેમાં Hero MotoCorp, Ather Energy અને IPEC India મુખ્યત્વે સામેલ છે. આ કંપનીઓ મળીને આ પહેલને આગળ વધારશે અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા પર કામ કરશે. લોન્ચિંગ દરમિયાન EV સેક્ટર સાથે જોડાયેલી 20થી વધુ કંપનીઓ આ પહેલ સાથે જોડાઈ હતી અને આગામી સમયમાં વધુ કંપનીઓ જોડાય તેવી અપેક્ષા છે.

EV સેક્ટર માટે મોટું કદમ

નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તે એક મહત્વના વળાંક પર પહોંચી ગયો છે. પરંતુ હજુ પણ ‘ચાર્જિંગની ચિંતા’ એક મોટી સમસ્યા બની રહી છે. LEAFનો હેતુ આ ચિંતાને ખતમ કરવાનો છે, જેથી લોકો ડર્યા વગર ઇલેક્ટ્રિક વાહન ખરીદી શકે. આ માટે દેશભરમાં એક મજબૂત અને ભરોસાપાત્ર ચાર્જિંગ નેટવર્ક તૈયાર કરવામાં આવશે.

સરકાર સાથે મળીને થશે કામ

LEAF માત્ર ખાનગી કંપનીઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરશે. તેનો ઉદ્દેશ્ય દેશની વર્તમાન નીતિઓ અનુસાર એક એવું ચાર્જિંગ નેટવર્ક તૈયાર કરવાનો છે, જે સમગ્ર ભારતમાં લાગુ કરી શકાય.

પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો, ક્યારેય છેતરાશો નહીં

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">