AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો, ક્યારેય છેતરાશો નહીં

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ભલે અત્યાર સુધી તેલની કોઈ અછત નથી સર્જાઈ, પરંતુ અનિશ્ચિતતાને લીધે અનેક જગ્યાએ પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં એવો ડર ફેલાઈ ગયો છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે અથવા પુરવઠામાં ઘટાડો થઈ શકે છે. આ જ આશંકાને કારણે અનેક લોકો જરૂરિયાત કરતા વધુ ઈંધણ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો, ક્યારેય છેતરાશો નહીં
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2026 | 5:12 PM
Share

પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડી આજના સમયમાં એક બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આ છેતરપિંડી અનેક રીતે થાય છે, જેમ કે મીટર ઝીરો પર ન કરવું, ભેળસેળ કરવી અથવા ખરાબ ગુણવત્તાનું ઈંધણ આપવું. પરંતુ, કેટલીક સ્માર્ટ રીતો અપનાવીને તમે આનાથી સરળતાથી બચી શકો છો.

ઘણા લોકો પોતાની ગાડીઓમાં ફૂલ ટેન્ક ઇંધણ ભરાવી રહ્યા છે. જોકે સરકાર અને તેલ કંપનીઓ તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં હાલમાં ઇંધણની કોઈ અછત નથી અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. આમ છતાં, અફવાઓ અને ડરના કારણે લોકો ગભરાઈને મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલ ખરીદી રહ્યા છે. આ બધાની વચ્ચે, ફૂલ ટેન્ક અથવા ઉતાવળમાં ઈંધણ ભરાવનારા લોકોએ કેટલીક સાવધાની રાખવી જોઈએ, કારણ કે ઘણીવાર પેટ્રોલ પંપના કર્મચારીઓ થોડા પૈસા બનાવવા માટે રમત કરી લેતા હોય છે. તેથી, લોકોને પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

1. પંપ પર ઊભા રહીને નજર રાખો

જો તમે કારમાં પેટ્રોલ ભરાવી રહ્યા હોવ, તો બહાર નીકળીને મીટર અને પેટ્રોલ ભરનારા કર્મચારીઓ પર નજર રાખો. સાથે જ, ફોન પર વાત કરવાનું કે ઇધર-ઉધર જોવાનું ટાળો, કારણ કે આમાં ગેરરીતિ થઈ શકે છે. જો મીટર ખૂબ જ ઝડપથી ભાગતું હોય, તો સાવધ થઈ જાવ કારણ કે તેમાં મોટી ગડબડ હોઈ શકે છે. આ ઉપરાંત, એ વાત પર પણ નજર રાખો કે કર્મચારી વારંવાર નોઝલનું બટન દબાવીને પેટ્રોલ રોકી તો નથી રહ્યો ને.

2. મીટર પર ઝીરો (0) ચેક કરવાનું ભૂલશો નહીં

પેટ્રોલ ભરાવતા પહેલા સૌથી મહત્વનું કામ એ છે કે ડિસ્પેન્સિંગ મશીનનું ડિજિટલ મીટર જોવું કે તે સંપૂર્ણપણે 0.00 પર સેટ છે કે નહીં. ઘણીવાર એવું બને છે કે કર્મચારી જૂની રીડિંગ પર જ પમ્પિંગ ચાલુ કરી દે છે, જેનાથી તમને ઓછું ફ્યુઅલ મળે છે અને બિલ વધારે આવે છે. જો મીટર 0 પર ન દેખાય, તો તરત જ તેને રીસેટ કરાવો.

3. ઓડ (Odd) રકમમાં જ ફ્યુઅલ પુરાવો

ક્યારેય પણ 100, 200, 500 કે 1000 જેવી રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ન ભરાવો. તેના બદલે 101, 204 અથવા 509 જેવી ઓડ રકમ પસંદ કરો. આવું કરવાથી ઘણીવાર કર્મચારી માટે ચોરી કરવી મુશ્કેલ બની જાય છે, કારણ કે રાઉન્ડ ફિગરમાં છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.

4. નોઝલની તપાસ કરો

પેટ્રોલ પંપની મશીન અને નોઝલ પર સરકારી વિભાગની મહોર (સીલ) લાગેલી હોવી જોઈએ. જો સીલ તૂટેલી કે જૂની લાગે, તો સમજી લેવું કે મશીન સાથે છેડછાડ થઈ છે. ઘણીવાર નોઝલમાં નાના મેગ્નેટ લગાડવામાં આવે છે જેનાથી તેલ ઓછું નીકળે છે. મશીનમાં ઓટો-કટની સુવિધા હોય છે, પરંતુ કર્મચારીઓ તેને વચ્ચે-વચ્ચે હાથથી રોકીને ઈંધણની માત્રા ઘટાડી દે છે.

5. માઇલેજ અને ઈંધણની ક્વોલિટી

જો તમારી ગાડીનું માઇલેજ અચાનક ઘટવા લાગે, તો સમજી લેવું કે પેટ્રોલમાં ભેળસેળ હોઈ શકે છે. હંમેશા કોઈ સરકારી અથવા જાણીતી બ્રાન્ડના પેટ્રોલ પંપ પરથી જ ઈંધણ ભરાવો, કારણ કે ત્યાં ઈંધણની ગુણવત્તાની તપાસ કડક નિયમો હેઠળ કરવામાં આવે છે. ખરાબ કે ભેળસેળિયું ઈંધણ ખિસ્સા ખાલી કરવાની સાથે એન્જિનને પણ સમય પહેલા બગાડી શકે છે.

Breaking News: કારમાં ફુલ કેપેસિટીથી વધુ ઈંધણ કેમ ન ભરાવવું જોઈએ ? તેના શું નુકસાન છે?

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">