AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૂધ સાગર ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર, કૂલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે

દૂધ સાગર ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર, કૂલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2026 | 8:43 PM
Share

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ₹455 કરોડનો ભાવવધારો જાહેર કર્યો છે. ડેરીનું ટર્નઓવર ₹9,043 કરોડ પર પહોંચ્યું છે, જ્યારે દૂધની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ ₹855 ભાવ મળશે.

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. ડેરી દ્વારા પશુપાલકોને કુલ ₹455 કરોડનો રેકોર્ડબ્રેક ભાવવધારો ચુકવવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીના ટર્નઓવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે વધીને ₹9,043 કરોડ રૂપિયા થયું છે.

ડેરીમાં દૂધની આવકમાં ગત વર્ષની સરખામણીમાં દૈનિક 2.50 લાખ લિટરનો વધારો થયો છે. વાર્ષિક દૂધ સંપાદન વધીને 132 કરોડ કિલોએ પહોંચ્યું છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ ₹855નો ભાવ ચુકવવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદકોને કુલ ₹5,200 કરોડનો ફાયદો થયો છે. ડેરીની મિલકતોમાં પણ ₹771 કરોડનો ધરખમ વધારો નોંધાયો છે.

આ વર્ષે સભાસદોને 10% શેર ડિવિડન્ડ પણ ચુકવવામાં આવશે. આ ઉપરાંત, ખેરાલુ, મહેસાણા અને પાટણ ખાતે નવા બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવાની મહત્વપૂર્ણ યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. આ પ્લાન્ટ્સ દ્વારા પશુપાલકો પાસેથી છાણ ખરીદીને ખાતર અને ગેસ ઉત્પન્ન કરાશે, જે પશુપાલકોને વધુ એક આવકનો સ્ત્રોત પૂરો પાડશે. આ તમામ જાહેરાતો ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી હતી.

મહત્વનું છે કે મહેસાણા દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા. જેમાં વર્ષ 2025-26 માટે પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવવાની જાહેરાત કરાઈ છે અને દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટના આધારે મોટો વધારો કરાયો છે. ડેરીનું ટર્નઓવર 80 ટકાના વધારા સાથે ₹9,043 કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં પશુપાલકોને સીધો ₹5,200 કરોડનો આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે સરકારી સહાય યોજનાઓ હેઠળ ₹175.86 કરોડથી વધુની સહાય અપાવવામાં આવી છે. યુવાનોને પશુપાલન થકી રોજગારી મળે તે માટે 12 અને 20 દૂધાળા પશુ યોજનામાં 1,600થી વધુ અરજીઓ મંજૂર કરાવીને લોનની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ દૂધ મંડળીઓની આવક વધારવા અમુલ પાર્લર શરૂ કરવાની પહેલ પણ હાથ ધરાઈ છે અને હવે ભવિષ્યના વિસ્તરણ માટે આગામી પાંચ વર્ષમાં ₹20 હજાર કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેના લીધે પશુપાલકો અને યુવાનોને સીધો લાભ થશે.

Input Credit- Manish Mistri- Mehsana

 

“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના

Follow Us
g clip-path="url(#clip0_868_265)">