ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઘેરાયું, આગામી 48 કલાક મહત્ત્વના – જુઓ Video
ગુજરાત માટે આગામી દિવસો હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોઈ શકે છે. હજુ સુધી હવામાન વિભાગે તો સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પરંતુ આગાહીકારોની જે આગાહી સામે આવી રહી છે તે ખુબ જ ડરામણી છે.

ગુજરાત માટે આગામી દિવસો હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોઈ શકે છે. હજુ સુધી હવામાન વિભાગે તો સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પરંતુ આગાહીકારોની જે આગાહી સામે આવી રહી છે તે ખુબ જ ડરામણી છે.
આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શકયતાઓ છે. આગામી 48 કલાકમાં વાવાઝોડું આવશે કે નહીં તે પણ નક્કી થઇ જશે. બીજું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે.
ભારે વરસાદ આવવાની સાથે આગાહી એવી પણ છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકશે. હવે આ વાત સાચી કે ખોટી એ તો આગામી 48 કલાકમાં ખબર પડી જશે. હાલ દરિયામાં એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે.
આ સિસ્ટમ ખુબ જ મજબૂત થઇને આગળ વધી રહી છે એટલે એક વાત નક્કી છે કે ગુજરાતમાં આગામી કલાકોમાં આકાશી આફત આવી શકે છે. હાલ વાવાઝોડાને લઇને હવામાન વિભાગે કોઇ આગાહી કરી નથી પરંતુ ગુજરાતમાં આગામી 25 મે સુધી ભારે વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
જણાવી દઈએ કે, કર્ણાટકમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. બીજીબાજુ, ગુજરાતમાં પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે, આગામી 7 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ પધરામણી કરી શકે છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીએ ધારણા કરી છે કે, આગામી 72 કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા, સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ આગામી થોડા જ કલાકોમાં ચોમાસું કેરળમાં પહોંચી જાય તેવી શકયતાઓ છે. દરિયામાં જે નવી સિસ્ટમ બની રહી છે, તેના કારણે ચોમાસાએ જોર પકડયું છે.
હવામાન વિભાગે કરેલી ધારણા મુજબ, કેરળમાં ચોમાસું 27 મેના રોજ આવી શકે છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં લાગી રહ્યું છે કે, આગામી 48 કલાકમાં જ કેરળમાં ચોમાસું આવી જશે. જો કેરળમાં ચોમાસું વહેલું આવશે તો પછી ગુજરાતમાં પણ ચોમાસું ચોમેર તરફ પોતાની છાપ છોડી શકે છે.