AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Forecast Today: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, જાણો આજે કયાં જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે.

Gujarat Rain Forecast Today:  આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, જાણો આજે કયાં જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ
| Updated on: Jul 06, 2026 | 9:43 AM
Share

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં જળસ્તર વધવા અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદની સંભાવના છે. સતત વરસાદને કારણે ખેડૂતોને લાભ થવાની સાથે જ નદી-નાળા અને જળાશયોમાં નવા પાણીની આવક વધે તેવી શક્યતા છે.

આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આજે રાજ્યના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે.

આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા, તેજ પવન અને ભારે વરસાદની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ

સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. લોકોને વરસાદ દરમિયાન નદી-નાળા નજીક ન જવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

તંત્રે લોકોને સાવચેત રહેવા કરી અપીલ

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી એક અઠવાડિયા સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. વહીવટી તંત્રે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમને એલર્ટ રાખ્યા છે અને જરૂર પડ્યે બચાવ ટીમોને તૈનાત રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, પ્રાંતિજમાં પાણી ભરાયા

Follow Us
વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, Watch Video
વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, Watch Video
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">