Breaking News: સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, પ્રાંતિજમાં પાણી ભરાયા
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વિજયનગર અને તેના ઉપરવાસ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પુણ્યશીલા નદીમાં નવા નીરની આવક થઈ છે. પ્રથમ જ વરસાદમાં નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિજયનગર શહેરની મધ્યમાંથી પસાર થતી પુણ્યશીલા નદીમાં આવેલા પૂરને કારણે નદીનો મનમોહક નજારો જોવા મળ્યો હતો.

ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી
બીજી તરફ પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પોગલુ, અમીનપુર, જેશિંગપુરા સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ભારે ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી.
પાણી ભરાવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી
જોકે, ભારે વરસાદને કારણે પ્રાંતિજની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મધ્યમથી ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા નદી-નાળા નજીક ન જવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં આશા જાગી છે અને આગામી દિવસોમાં વધુ સારા વરસાદની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદથી બોપલ, ઘુમા, શેલા જળબંબાકાર, સ્થાનિકોની બેઝિક સુવિધાઓની માંગ
વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, Watch Video
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર