AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રતન સિંહ બિંજોલાએ 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી, જુઓ Video

Actor Kuldeep Gaur : ટીવીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રતન સિંહ બિંજોલાના રોલમાં જોવા મળતા અભિનેતા કુલદીપ ગૌર 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. જુઓ વીડિયો

TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રતન સિંહ બિંજોલાએ 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી, જુઓ Video
| Updated on: Jul 26, 2026 | 2:21 PM
Share

Taarak Mehta Ka Ooltah Chashmah : ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અનેક અભિનેતાને ઘરે ઘરે ઓળખ અપાવી છે. અભિનેતા કુલદીપ ગૌર પણ આ શોનો ભાગ છે. જેમાં રતન સિંહ બિંજોલાનું પાત્ર નિભાવે છે. શોમાં આ પાત્ર નવું છે પરંતુ લોકો આ રોલ ખુબ પસંદ કરે છે. તે માત્ર 31 વર્ષના છે પરંતુ શું તમે જાણો છો કે, તે 100 વર્ષના વૃદ્ધનો રોલ પણ કરી ચૂક્યા છે.

કુલદીપ ગૌર ટીવી શો અને ફિલ્મોની સાથે સાથે થિયેટરમાં પણ કામ કરી ચૂક્યો છે. તેમણે વર્ષ 2006માં મનોજ જોશીના ડાયરેક્શનમાં ચાણક્ય નામના પ્લેથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ પ્લેમાં આગળ જઈ તેમણે 100 વર્ષના વૃદ્ધનો રોલ નિભાવ્યો હતો. એક વખત તેમણે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે વૃદ્ધના રોલમાં જોવા મળી રહ્યા હતા.

View this post on Instagram

કુલદીપ ગૌરની પોસ્ટ

કુલદીપ ગૌરે 27 જુલાઈના રોજ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મેકઅપ અને ખોટી દાઢી તેમજ વાળ દ્વારા તેમણે એક વૃદ્ઝનો લુક અપનાવ્યો છે. વીડિયો શેર કરી કુલદીપે કૈપ્શનમાં લખ્યું હતુ. 100 વર્ષના માણસનો રોલ પ્લે કરી રહ્યો છું. ચાણક્ય તે નાટક છે. જેનાથી મે 16 વર્ષ પહેલા મારા કરિયરની શરુઆત કરી હતી. મે બેકસ્ટેજ વર્કર તરીકે શરુઆત કરી હતી. પછી મ્યુઝિક અને લાઈટ્સનું કામ સંભાળ્યું હતુ. ત્યારબાદ એક નાનકડો રોલ નિભાવ્યો હતો અને પછી અલગ અલગ પાત્ર નિભાવ્યું હતુ. આ મારા સફરના સૌથી સુંદર ભાગમાંથી એક છે.

કુલદીપ ગૌરની ફિલ્મ

કુલદીપ ફિલ્મનો ભાગ રહ્યો છે. તેમણે વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી થી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ અનેક પ્રોજેક્ટનો ભાગ રહ્યો છે. હવે તે તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકોનું દિલ જીતી રહ્યો છે. ઓગસ્ટ 2025માં આ શોમાં મેકર્સે એક રાજસ્થાની ફેમિલીની એન્ટ્રી કરાવી હતી. આ પરિવારમાં 4 લોકો છે. રતન અને તેની પત્ની રુપા અને બંનેના 2 બાળકો, કુલદીપ રતનના રોલમાં જોવા મળ્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે.  અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
g clip-path="url(#clip0_868_265)">