Breaking News: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કુકી સમાજ સાથે કરી વાત, વાત સકારાત્મક રહી- સૂત્ર, જુઓ Video

Breaking News: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કુકી સમાજ સાથે કરી વાત, વાત સકારાત્મક રહી- સૂત્ર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 11:43 PM

સુત્રોના જણાવ્યા અનુસાર શાહની વાતચીત કુકી સમાજ સાથે સકારાત્મક રહી છે. કુકી સમાજના લોકોને દફનાવવા અંગે સકારાત્મક પહેલ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) મણિપુરના કુકી સમાજ સાથે વાત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર શાહની વાતચીત કુકી સમાજ સાથે સકારાત્મક રહી છે. કુકી સમાજના લોકોને દફનાવવા અંગે સકારાત્મક પહેલ કરવામાં આવશે. હિંસામાં માર્યા ગયેલા લોકોના સામૂહિક દફન પર વાતચીત કરવામાં આવી છે. સરકારે મૃતકોને દફનાવવા માટે અડધો ડઝન વિકલ્પ આપ્યા છે. તો કુકી સમાજના લોકોએ આ વિકલ્પ પર વિચારવા માટે સમય માગ્યો છે.

આ પણ વાંચો Amit Shah on Manipur Violence: મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ, CM બિરેનને કેમ હટાવવામાં ન આવ્યા? અમિત શાહે સંસદમાં જણાવી હકિકત, જુઓ Video

આ ઉપરાંત લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રથમ વખત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ મણિપુર પર બોલ્યા હતા. તેમણે પોતાની મુલાકાત, સરકારની કાર્યવાહી, વિપક્ષની રાજનીતિ અને મણિપુરની શાંતી પર વિસ્તારથી વાત કરી હતી. શાહે કહ્યું કે મણિપુરમાં મોતનું તાંડવ થયું, તેની પાછળ બે જૂથ વચ્ચેની હિંસા હતી. આપણને શરમ આવે તેવી ઘટના મણિપુરમાં થઈ તે હું સ્વીકારું છું. આવી ઘટના પર રાજનીતિ કરવી તે તેના કરતા પણ વધુ શરમજનક છે. અમે પહેલા દિવસથી જ ચર્ચા માટે તૈયાર હતા. પણ વિપક્ષ તૈયાર ન હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">