TV9 Exclusive Video: હું ‘મર્દાની’- ગુજરાતની ધરતીપુત્રી મિત્તલ પટેલ એટલે વિચરતી જાતિ માટે એક ‘મુકામ’
વિચરતી જાતિ માટે એક 'મુકામ' અને ગુજરાતની ખેડૂતપુત્રી મિત્તલ પટેલની (Mittal Patel) પ્રેરણાત્મક સફર વિશે જાણો. જેમણે વિચરતી જાતિના ઉત્કર્ષને લઈને ઉત્તમ કાર્ય કર્યં છે. જે લોકોની ઓળખ ન હતી તેવા વિચરતી જાતિના ઓળખના આધારો પર કામ કર્યું.
એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.
મિત્તલ પટેલની હાઉસવાઈફમાંથી સામાજિક કારકિર્દી કેવી રીતે શરૂ થઈ?
મિત્તલ પટેલ પ્રહલાદનગરમાં પોતાના પતિ અને 11 વર્ષીય પુત્રી સાથે રહે છે. જેઓ એક હાઉસ વાઈફ તો છે પણ તેઓ પુરુષ સમોવડી પણ છે. આ એટલા માટે કહી રહ્યા છે. કેમ કે મિત્તલ પટેલ ઘરકામ સાથે સામાજિક કામ સાથે પણ જોડાયેલા છે. તે પણ આજકાલના નહીં પણ ઘણા વર્ષથી જોડાયેલા છે.
મિત્તલ પટેલની સામાજિક કારકિર્દીની શરૂઆત 2005માં તેઓ જ્યારે અમદાવાદમાં upsc પરીક્ષા માટે આવ્યા ત્યારે થઈ. જે બાદ તેઓએ જર્નાલિઝમ શરૂ કર્યું અને બસ તેમાં એક પ્રોજેકટ માટે તેઓ દક્ષિણ ગુજરાત ગયા અને એક મહિનો તેઓ વિચરતી જાતિના સમુદાય સાથે રોકાયા અને પછી વિચરતી જાતિના લોકોના વિકાસ માટે તેમના મનમાં કઈ કરવાની ભાવના જાગી અને બાદમાં તેમની આ કારકિર્દીની શરૂઆત થઈ. તેમનું તે કામ આજે પણ યથાવત છે.
વિચરતી જાતિના લોકોના વિકાસ માટે કર્યું કામ
જોકે મિત્તલ પટેલ માટે આ કામ તેટલું સહેલું ન હતું. મિત્તલ પટેલે કામ શરૂ કર્યું પણ વિચરતી જાતી એટલે વિચરણ કરવું. એટલે આ કામ અઘરું હતું. ત્યારે તેઓ સરનામાં વગરના માનવી કહેતા. તેમને પણ ખબર ન હોય ઘરેથી નીકળ્યા બાદ ક્યાં જવું.
પણ મન મક્કમ હતું અને બસ કામ કર્યું. તેમના પતિ મૌલિક પટેલને શરૂઆતમાં ખબર પડતી ન હતી કે મિત્તલ પટેલ શું કરી રહ્યા છે પણ પછી તેમને મિત્તલ પટેલના કામ વિશે ખ્યાલ આવ્યો અને સ્પોર્ટ કર્યો અને તેમની જીવનની સરવાણી વધુ વેગવાન બની.
મેનેજ કરવાની સ્કીલ હોય તો મહિલા ગમે તે કામ કરી શકે
જોકે મિત્તલ પટેલના જીવનમાં એક એવો સમય પણ આવ્યો કે તેમની દીકરી 18 દિવસની હતી, ત્યારે તેને સાથે રાખીને તેઓએ કામ કર્યું હતું. તેમની દીકરી હાલ 11 વર્ષની છે. મિત્તલ પટેલનું માનવું હતું કે મેનેજ કરવાની સ્કિલ હોય તો મહિલા ગમે તે કામ કરી શકે છે. મિત્તલ પટેલની દીકરી જ્યારે 17 દિવસની હતી.
ત્યારે તેઓને તેમની દીકરીને મૂકીને દિલ્હી જવાનું હતું અને તેઓ તેને મૂકીને ગયા પછી 18માં દિવસે સાથે રાખીને કામ શરૂ કર્યું. તેમના માટે નક્કી હતું કે બાળક સાથેનો સમય બાળક માટે અને કામ કરતી વખતે કામનો સમય. તેમજ પરિવારનો સપોર્ટ પણ તેટલો જ જરૂરી છે. જે બધું મેનેજ કરી મિત્તલ પટેલ આગળ વધ્યા.
વિચરતી જાતિના લોકોના વિકાસ માટે કર્યું કામ
જે લોકોની ઓળખ ન હતી તેવા વિચરતી જાતિના ઓળખના આધારો પર કામ કર્યું. નીતિ બનાવવા માટે કામ કર્યું અને 2010માં સંસ્થા સ્થાપી. વિચરતી જાતિના લોકો માટે ઘરો બનાવવા કામ શરૂ કર્યું. બાળકો ભણાવવા, લોન આપવાનું કામ સહિત અનેક કામ શરૂ કર્યા અને બાદમાં 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે વિચરતી જતી જાતિ માટે શું કરી શકો તે સવાલથી મિત્તલ પટેલે પોતાનું કામ વધુ વેગવાન બનાવ્યું.
ત્યારબાદ નેશનલ બોર્ડ બનાવાયું અને તેમાં સ્થાન મળ્યું. ગુજરાતમાં 50 લાખ જેટલી અને ભારતમાં 12 ટકા જેટલી વસ્તી વિચરતી જાતિના લોકોની તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો. આ તમામ કામ પાછળ તેઓ પોતાના પરિવારના સહકારને આવકારી રહ્યા છે અને પરિવાર પણ ગર્વ અનુભવી રહ્યો છે.
ઘર સાથે વિચરતી જાતિ અને પર્યાવરણને સંભાળ્યું
એટલું જ નહીં વિચરતી જાતિના લોકોની મદદ સાથે મિત્તલ પટેલ બનાસકાંઠા હતા, ત્યારે પાણીની સમસ્યા સામે આવી. જે બાદ તેની ચિંતા પણ તેમને સતાવી અને બાદમાં તેઓએ બનાસકાંઠામાં તળાવ ઊંડા કરવાના કામ શરૂ કર્યા. ભૂગર્ભ જળ પરિસ્થિતિ ખરાબ હોવાથી તેમને તે કામ શરૂ કર્યું અને અત્યાર સુધી મિત્તલ પટેલે 200 તળાવ ઊંડા કર્યા.
આ સાથે જ બાળપણમાં શાળામાં વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોના નારા અને સૂત્રને યાદ કરીને 129 સ્થળ પર નાના જંગલ ઉભા કરી 4.72 લાખ વૃક્ષ ઉંછેરી વિચરતી જાતિ સાથે પર્યાવરણને પણ મદદરૂપ બન્યા. હવે મિત્તલ પટેલનો આ સંકલ્પ કહો કે પછી કઈંક કરવાની ઈચ્છા કહો. તેઓ ઘર સાથે વિચરતી જાતિ અને પર્યાવરણને સંભાળી રહ્યા છે. જે લોકો માટે પ્રેરણા રૂપ કહી શકાય. જેમનામાંથી અન્ય મહિલાઓએ પણ કંઈક શીખ લેવાની જરૂર લાગી રહી છે.