Mumbai : આઝાદ મેદાનમાં પરિસ્થતિ તંગ, પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આવ્યા સામે

Mumbai : Azad મેદાન ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી ખેડૂતો આવ્યા છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 25, 2021 | 5:16 PM

Mumbai : આઝાદ મેદાન ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી ખેડૂતો આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે આઝાદ મેદાનમાં લગભગ 50 હજાર જેટલા ખેડૂતો એકત્રિત થયા છે. ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જાણવા મળ્યું છે કે આઝાદ મેદાનમાં ખેડૂતોને અટકાવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડવાના કારણે હવે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ખેડૂતોની હજારોની સંખ્યા જોતા મુંબઇ પોલીસ પણ સફાળી જાગી છે. અને આઝાદ મેદાન ખાતે સ્થાનિક પોલીસ સહિત એસ.આર.પી.એફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ફોર્સ આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા ખેડૂત આંદોલન પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખશે. જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે. ત્યારે દૂરદૂરથી આવેલા ખેડૂતો માટે આઝાદ મેદાન ખાતે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે કૃષિ કાયદાની વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડુતોનું આંદોલન બાદ, હવે આ અંદોલન દેશમાં ફેલાઈ રહ્યું છે. દિલ્હી બાદ આજે મહારાષ્ટ્રમાં ખેડૂતોની મોટી ટુકડીએ હલ્લાબોલ કર્યું છે. મહારાષ્ટ્રના ખેડુતો આ કાયદાના વિરોધમાં આઝાદ મેદાનમાં એકઠા થયા હતા. ખેડૂતોની આ રેલીને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો ટેકો મળ્યો છે. ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">