લોરેન્સ બિશ્નોઈના કથિત સાબરમતી જેલના વીડિયો મામલે મોટો ખુલાસો, જાણો જેલ અધિકારીએ શું કહ્યું, જુઓ-Video

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિક વીડિયો વાયરલ થવા મામલે મોટા ખુલાસો સામે આવ્યો છે. જેલ અધિકારીએ આ મામલે મોટી વાત કરતા કહ્યું છે કે આ વીડિયો સાબરમતી જેલનો નથી આ સાથે અનેક મોટો ખુલાસા કર્યા છે

Harin Matravadia
| Edited By: | Updated on: Jun 18, 2024 | 1:37 PM

અમદાવાદ સાબરમતી જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિક વીડિયો વાયરલ થવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેલ અધિકારીએ આ મામલે મોટી વાત કરતા કહ્યું કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. દર વર્ષે ઈદ આવતી હોય છે ત્યારે આ કઈ ઈદ નો વીડિયો છે તે ખ્યાલ આવી શકે નહિ. તેમજ આ વીડિયો એડિટ કરેલો હોય શકે છે અને AI દ્વારા પણ વીડિયો એડિટ કરવામાં આવી શકે છે.

જેલ અધિકારીનો મોટો ખુલાસો

મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે સાબરમતી જેલના DySP પરેશ સોલંકીએ સામે આવીને વીડિયો અંગે મોટો ખુલાસો કર્યો છે. જેલના અધિકારીએ કહ્યું હતુ કે આ વીડિયો પહેલાનો પણ હોઇ શકે છે.

લોરેન્સને ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યાં તેની પર જેલર અને એટીએસ બન્ને દેખરેખ રાખી રહી છે. આ વીડિયો એડિટ કરેલો હોય શકે છે અને AI દ્વારા પણ વીડિયો એડિટ કરેવામાં આવેલો હોઈ શકે છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, જુઓ-video

જો વીડિયો સાચો હશે તો કાર્યવાહી જરુર થશે

જેલના અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે જો જો ભવિષ્યમાં વીડિયોની પુષ્ટિ થશે તો કાર્યવાહી જરુર કરવામાં આવશે. સાથે જેલમાં દિવસમાં બે વખત મોબાઈલ અંગે ચેકીંગ કરવામાં આવે છે ત્યારે આ વીડિયો જેલનો નથી તેમજ તે લોરેન્સ ને ખાસ બેરેક માં રાખવામાં આવ્યો છે અને તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે.

Follow Us:
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">