હરિયાણામાં કોંગ્રેસને હારતી જોઈ ઢોલીઓને પણ આપી દેવાઈ રજા, કહ્યુ જાઓ હવે નથી વગાડવા ઢોલ- Video

હરિયાણામાં કોંગ્રેસને હારતી જોઈ ઢોલીઓને પણ આપી દેવાઈ રજા, કહ્યુ જાઓ હવે નથી વગાડવા ઢોલ- Video

| Updated on: Oct 08, 2024 | 4:25 PM

હરિયાણામાં કોંગ્રેસનો વનવાસ હજુ ખતમ નથી થયો, ચૂંટણી પરિણામોના શરૂઆતી રૂઝાનોમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસ કાર્યાલયે અગાઉથી ઢોલીઓને બોલાવીને તૈયાર રખાયા હતા, હવે કોંગ્રેસના કાર્યાલયે સુનકાર ભાસી રહ્યો છે અને ઢોલીઓને પણ પરત જવાનું કહેવાયુ છે.

હરિયાણામાં ભાજપ જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસનો વનવાસ હજુ ખતમ થયો નથી. છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસને આ ચૂંટણીમાં પણ જીતને સ્વાદ ચાખવા મળે એવુ દેખાઈ નથી રહ્યુ. ચૂંટણીમાં કોંગ્રેસને હારતી જોઈ ઢોલીઓને પણ તેમના પેમેન્ટ કરી રજા આપી દેવામાં આવી.  ઢોલીઓને કહ્યુ હવે જાઓ નથી, હવે કોઈ ઢોલ વગાડવાના નથી.

ચૂંટણી પરિણામોના શરૂઆતી રૂઝાનમાં 31 સીટ સાથે કોંગ્રેસ સતત આગળ ચાલી રહી હતી પરંતુ 10 વાગતા જ સંપૂર્ણપણે બાઝી પલટાઈ ગઈ અને ભાજપ લીડ કરતી જોવા મળી. શરૂઆતી રૂઝાનોને જોતા કોંગ્રેસ અગાઉથી જ જીતની ઉજવણીના મૂડમાં હતી. ત્યાં સુધી કે વિજયની જલેબી પીએમ મોદીને મોકલવાની પણ તૈયારી કરી લીધી હતી અને ઢોલીઓને બોલાવી ઉજવણી કરી રહી હતી. જો કે 10 વાગ્યા બાદ આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયુ કોંગ્રેસ કાર્યાલયે હાલ કાગડા ઉડતા હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.

જીતની ઉજવણી માટે બોલાવાયેલા ઢોલીઓ પણ તેમના ઢોલ લઈ કોંગ્રેસ કાર્યાલયેથી પરત જતા જોવા મળ્યા. ઢોલીઓને પૂછવામાં આવ્યુ કે કેમ જાઓ છો, તો ઢોલીઓએ પ્રત્યુતરમાં જણાવ્યુ કે સીટો આવતી નથી એટલે હવે નથી વગાડવા ઢોલ, તમે નીકળો હવે..એટલે અમે હવે જઈ રહ્યા છે. હરિયાણામાં સત્તાનો સ્વાદ ચાખવાનું મન બનાવી લીધેલી કોંગ્રેસની આ વખતે પણ મનની મનમાં જ રહી ગઈ છે અને આ વખતે પણ સત્તાનો સ્વાદ તેમનાથી ઘણો દૂર દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓ પરત જઈ રહ્યા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને નેટિઝન્સ મજા લઈ રહ્યા છે.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 08, 2024 01:59 PM
g clip-path="url(#clip0_868_265)">