આકરા તાપથી ઘગઘગી ઉઠેલી રેતી પર BSF જવાને શેક્યો પાપડ, જુઓ વીડિયો

બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક જવાન ગરમ રેતી પર પાપડ શેકતો જોવા મળ્યો હતો. આકરી ગરમીને કારણે રેતી એટલી ગરમ હતી કે પાપડ થોડી જ સેકન્ડોમાં શેકાઈ ગયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2024 | 4:35 PM

ગુજરાતની સાથોસાથ રાજસ્થાનમાં પણ આકરી ગરમી નોંધાઈ રહી છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં આકરી ગરમી અને વીજકાપના કારણે લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે. દરમિયાન, પીટીઆઈના એક વીડિયોમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક જવાન ગરમ રેતી પર પાપડ શેકતો જોવા મળ્યો હતો. આકરી ગરમીને કારણે રેતી એટલી ગરમ હતી કે પાપડ થોડી જ સેકન્ડોમાં શેકાઈ ગયો.

રાજસ્થાનના બિકાનેરમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનનો એક વીડિયો સામે આવ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં પણ બીએસએફના જવાન ભર તડકામાં ખડે પગે, સરહદની સુરક્ષા કરી રહ્યાં છે.

ગુજરાત-રાજસ્થાનમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના પિલાનીમાં બુધવારે સતત બીજા દિવસે તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. તો ગુજરાતના અનેક શહેરોમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોચ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં સતત 43-44 ડિગ્રી તાપમાન રહેવાથી, શહેર અને ગ્રામ્યમાં સૌ કોઈ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">