નશામાં ધૂત બકરીનો વીડિયો આવ્યો સામે, લોકોએ કહ્યું- પાછલા જન્મમાં માનવ હશે
વીડિયોમાં બકરી સિગારેટ પી રહી નથી, પરંતુ જે રીતે તે અગરબત્તીઓનો ધુમાડો સૂંઘી રહી છે અને તેના મોઢામાંથી તેનો ધુમાડો ઉડી રહ્યો છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

તમે માણસોને ધૂમ્રપાન (Smoking) કરતા જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને ધૂમ્રપાન કરતા જોયા છે ? દેખીતી રીતે, તમારો જવાબ ના હશે. પરંતુ આ દિવસોમાં એક બકરીના વીડિયો (Goat viral video) એ સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ થયેલા વીડિયોમાં બકરી (Goat) સિગારેટ પી રહી નથી, પરંતુ જે રીતે તે અગરબત્તીઓનો ધુમાડો સૂંઘી રહી છે અને મોઢામાંથી તેના ગોટા ઉડાવી રહી છે. તે જોઈને તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નેપાળનો છે. 16 સેકન્ડનો આ વીડિયો લગભગ 9 લાખ વખત જોવામાં આવ્યો છે.
વાયરલ થયેલો આ વીડિયો કોઈ મંદિરમાં શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બકરી દીવા અને અગરબત્તીઓના સ્ટેન્ડ પાસે ઉભી છે. આ બકરી નાકમાંથી અગરબત્તીમાંથી નીકળતા ધુમાડાને મોઢામાંથી કાઢી રહી છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ કોઈ પ્રાણીને આવું કરતા જોયા હશે. આ બકરી જે રીતે ધુમાડો બહાર કાઢે છે તે જોઈને લાગશે કે આ કોઈ નશાખોર છે. તો ચાલો પહેલા આ ફની વિડીયો જોઈએ.
અહીં જુઓ બકરીનો ચોંકાવનારો વીડિયો……….
Goat in Nepal inhaling and exhaling smoke
📹 by unknown pic.twitter.com/KxuFce8VXC
— Domenico (@AvatarDomy2) February 6, 2022
બકરીનો આ અદ્ભુત વીડિયો માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર @AvatarDomy2 નામથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નેપાળમાં એક બકરી અગરબત્તીઓનો ધુમાડો શ્વાસમાં લે છે અને તેને મોં દ્વારા છોડે છે.’ પોસ્ટને 18 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે 3 હજાર લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય સેંકડો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે ફની રિએક્શન આપ્યા છે. એક યુઝર કહે છે કે, એવું લાગે છે કે પાછલા જન્મમાં આ બકરી માણસ હશે અને તેને સિગરેટની ટેવ હશે. અન્ય યુઝર કહે છે કે પહેલા તેણે એ શોધવું પડશે કે, શું સુગંધ તેને પોતાની તરફ ખેંચી રહી છે, જો એવું નથી, તો તે ચોક્કસ વ્યસની બકરી છે. એકંદરે, લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે.
આ પણ વાંચો: Goat Rearing : બકરી પાલનમાં ઓછા ખર્ચે થશે વધુ નફો પરંતુ રાખવું પડશે આ વાતનું ધ્યાન, સરકાર આપી રહી છે ગ્રાન્ટ
આ પણ વાંચો: Viral: હજુ તો મેગી આઈસક્રીમ રોલની રેસિપીને લઈ લોકોનો ગુસ્સો ઠંડો નથી થયો ત્યાં કુરકુરે ઢોસા આવ્યા