Viral: હજુ તો મેગી આઈસક્રીમ રોલની રેસિપીને લઈ લોકોનો ગુસ્સો ઠંડો નથી થયો ત્યાં કુરકુરે ઢોસા આવ્યા
આ વેંડરે કુરકુરેથી ઢોસા (Dosa made with Kurkure) બનાવ્યા છે, જેને જોઈને લોકો ન માત્ર દુકાનદાર ગુસ્સો કરી રહ્યા છે, પરંતુ એમ પણ કહી રહ્યા છે કે આ ગુના માટે નરક પણ જગ્યા નહીં મળે.
દેશમાં જાણે હાસ્યાસ્પદ વાનગીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અજબ-ગજબ ફૂડ (Weird Food Combinations) કોમ્બિનેશનના રેસિપી વીડિયોનું પૂર આવ્યું છે. જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ ક્રિએટીવીટીના નામે આઇકોનિક ફૂડ સાથે ચેડા કરતા જોવા મળે છે. હજુ તો ‘મેગી આઈસ્ક્રીમ રોલ’ની રેસિપીને લઈને લોકોનો ગુસ્સો ઠંડો નથી થયો કે એક દુકાનદારે દક્ષિણ ભારતીય વાનગી ઢોસા (Dosa) સાથે રમીને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચાડ્યો છે. આ વેંડરે કુરકુરેથી ઢોસા (Dosa made with Kurkure) બનાવ્યા છે, જેને જોઈને લોકો ન માત્ર દુકાનદાર ગુસ્સો કરી રહ્યા છે, પરંતુ એમ પણ કહી રહ્યા છે કે આ ગુના માટે નરક પણ જગ્યા નહીં મળે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર વાસણ લઈને તવા પર ઢોસા બનાવવાનું શરૂ કરે છે. આ પછી તેમાં સમારેલી ડુંગળી, ચીઝ અને પછી ચટણી નાખીને મિક્સ કરે છે. આ પછી, મસાલાની ગ્રેવી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરે છે. આ પછી, વેંડર ઢોસામાં જે પણ મૂકે છે, તે જોઈને તમે પણ તમારું માથું પકડી લેશો. વેંડર મસાલા પર ઘણી બધા કુરકરીયા મૂકે છે અને લોકોને ચટણી અને સાંભાર સાથે પીરસે છે. ઢોસા પ્રેમીઓ આ વીડિયો જોયા પછી ભાગ્યે જ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી શકે છે. તો ચાલો જોઈએ આ વીડિયો.
View this post on Instagram
આ વિચિત્ર કોમ્બિનેશન ઢોસા રેસીપીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘જો તમે મસાલેદાર ઢોસા ખાશો તો ઓરિજિનલ ઢોસા ભૂલી જશો. ટ્રાય કરો સ્પેશિયલ કુરકુરે ઢોસા’ થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલ આ વીડિયોને હજારો લોકોએ પસંદ કર્યો છે, જ્યારે કમેન્ટ્સ વિભાગમાં દરેક વ્યક્તિ વેંડરની આકરી ટીકા કરી રહી છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, દિલ્હીના વેન્ડર્સની હરકતો જોઈને મારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે અન્ય એક વપરાશકર્તા કહે છે કે સ્ટ્રીટ ફૂડ આમ પણ વિચિત્ર હોય છે, હવે આ વેંડર પરંપરાગત ફૂડ સાથે રમી રહ્યા છે. અન્ય એક યુઝર કહે છે કે અમદાવાદ પછી દિલ્હી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ફૂડ સાથે વિચિત્ર પ્રયોગો થઈ રહ્યા છે. એકંદરે આ વીડિયો જોયા બાદ યુઝર્સ વેંડર પર ગુસ્સે છે.
આ પણ વાંચો: Apple અને Google ની સિક્યોરિટીને બાયપાસ કરી શકે છે TikTok ! રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: e-Nam Portal: નવા કૃષિ વ્યવસાય ખોલવા માટે 15 લાખ રૂપિયા આપશે કેન્દ્ર સરકાર, જાણો કેવી રીતે મળશે લાભ