AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતે ‘RRR’ ફિલ્મ નિહાળ્યા બાદ એસ.એસ. રાજમૌલી અંગે આપ્યું આવું રીએકશન

તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ 'RRR' ખુબ જ સફળતા મેળવી રહી છે. આ ફિલ્મથી અન્ય સફળ ફિલ્મો જેવી કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'બચ્ચન પાંડે' ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ અસર પડી રહી છે.

કંગના રનૌતે 'RRR' ફિલ્મ નિહાળ્યા બાદ એસ.એસ. રાજમૌલી અંગે આપ્યું આવું રીએકશન
Kangana Ranaut & SS Rajamauli File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:39 PM
Share

‘બોલિવુડની ક્વીન’ ગણાતી અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) એક એવી હસ્તી છે, કે જે હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં બની રહે છે. તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતે આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ‘RRR’ નિહાળી છે. કંગનાએ ‘RRR’ ફિલ્મ નિહાળ્યા બાદ તેના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટ એનટીઆર જુનિયર અને રામચરણના તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટના પણ ભરપૂર વખાણ કરી રહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

અત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે. લોકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડ વાઈડ રૂપિયા 700 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તાજેતરમાં, કંગના રનૌતે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા હતા અને હવે તેણી ‘RRR’ ફિલ્મ અને ફિલ્મના દિગ્દર્શક તેમજ સમગ્ર કાસ્ટની પ્રશંસા કરી રહી છે.

કંગના રનૌત તાજેતરમાં અલ્ટ બાલાજી સાથેનો રિયાલિટી કોન્ટ્રોવર્શિયલ શો ‘લોક અપ’, જેની દરરોજ ચર્ચા થઈ રહી છે. આ શોમાં તેણી જાણીતા રિયાલીટી શો ‘બિગ બોસ’ના સલમાન ખાનની જેમ હોસ્ટ તરીકે કામ કરી રહી છે.

કંગનાએ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના વખાણ કર્યા

તાજેતરમાં, અભિનેત્રી કંગનાએ ‘RRR’ના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટ એનટીઆર જુનિયર અને રામચરણના વખાણ કરી રહી છે. તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણી કહી રહી છે કે, ”ગઈકાલે મેં મારા પરિવાર સાથે ફિલ્મ ‘RRR’ જોઈ. વેલ, આ ફિલ્મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી. તે ઘણા વર્તમાન રેકોર્ડ તોડી રહી છે અને બનાવી રહી છે. પરંતુ દેશભક્તિની ભાવનાથી ભરેલી આ ફિલ્મ, દેશની ઓળખ, ગૌરવ, એક સારી કળા, સંસ્કૃતિનો પ્રચાર કરતી વખતે જ્યારે પણ આ ફિલ્મ જોશે ત્યારે તેના વખાણમાં મને બે શબ્દો બોલવા ગમશે.”

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

કંગનાએ આગળ કહ્યું કે, જ્યારે પણ તેણી વિજેન્દ્ર પ્રસાદને મળે છે ત્યારે તેણી જુસ્સાથી ભરાઈ જાય છે. તેણીએ આગળ કહ્યું કે, ”મને લાગે છે કે કેવી વિજેન્દ્ર પ્રસાદ આપણા ઉદ્યોગમાં પદ્મ વિભૂષણ અથવા તેનાથી પણ વધુ સન્માનના લાયક હોત. આ તેમની જરૂરિયાત નથી. આ આપણી જરૂરિયાત છે, આપણે યુવાનો પાસે આવા આદર્શ હોવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા વધુ લોકો ફિલ્મ ઉદ્યોગમાં આવે.

આ ફિલ્મના બાકીના કલાકારોએ NTRજી, રામ ચરણજીએ ખૂબ જ સારું કામ કર્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિશે તો શું કહેવું, તેના વખાણ પણ સૂરજને દીવો બતાવવા સમાન છે. રાજા એટલે આપણે કહી શકીએ કે રાજા લાંબુ જીવો. RRR માટે આભાર.”

લોકોએ કંગનાના આ વાયરલ વિડીયો પર કીધી આ વાત

‘RRR’ ના કલાકારો, દિગ્દર્શક અને ફિલ્મ માટે કંગનાના ભરપૂર વખાણ સાંભળ્યા પછી, અમુક લોકોને એવું લાગે છે કે, કંગના તેની સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સુક છે. કારણ કે, કંગના લોકોના વખાણ કરતા ભાગ્યે જ જોવા કે સાંભળવા મળી છે. અમુક લોકો કોમેંટ્સમાં એવું કહી રહ્યા છે કે, ‘શું તને હવે બોલિવુડમાં કોઈ ફિલ્મો નથી મળતી ??’ જ્યારે બીજાએ કહ્યું કે, ‘લાગે છે કે કંગનાને હવે સાઉથની ફિલ્મોમાં કામ કરવું છે.’ ત્રીજા યુઝરે કહ્યું કે, ‘આ કંગનાનો તેના શો ‘લોકઅપ’ માટેનો પબ્લિસિટી સ્ટંટ છે.’

આ પણ વાંચો – કંગના રનૌત આલિયા ભટ્ટની RRR ફિલ્મ જોવા માટે આતુર, કહ્યું ‘મારી સૌથી પ્રિય…’

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">