કંગના રનૌત આલિયા ભટ્ટની RRR ફિલ્મ જોવા માટે આતુર, કહ્યું ‘મારી સૌથી પ્રિય…’

કંગના રનૌત આલિયા ભટ્ટની RRR ફિલ્મ જોવા માટે આતુર, કહ્યું 'મારી સૌથી પ્રિય...'
Alia Bhatt & Kangana Ranaut File Photo

કંગના રનૌત એ બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જે હંમેશા કોઈ ને કોઈ બહાના હેઠળ સમાચારોમાં ચમકતી રહે છે. તેણીએ તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ 'RRR'ની ખુબ જ પ્રશંસા કરી છે. તેણીની આ પ્રતિક્રિયા અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 27, 2022 | 7:21 PM

બોલીવુડની કવીન ગણાતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) તેણીના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કંગના રનૌતે તાજેતરમાં જણાવ્યું છે કે, તેણી આલિયા ભટ્ટની (Alia Bhatt) લેટેસ્ટ ફિલ્મ ‘RRR’ જોવા માટે ઉત્સાહિત છે. તેણીએ જણાવ્યું કે તે એસ.એસ. રાજામૌલી અને K. V. વિજયેન્દ્ર પ્રસાદ માટે પણ ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણની સાથે રામ ચરણ અને જુનિયર એનટીઆર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અમે તમને જણાવી દઈએ કે, અત્યારે RRR ફિલ્મ લોકોની ખુબ જ પ્રશંસા મેળવી રહી છે.

એસ. એસ. રાજામૌલી અને કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલ, આ તેલુગુ ભાષાની ફિલ્મમાં સુપ્રસિદ્ધ કલાકારો રામ ચરણ તેજા (Ram Charan Teja) અને જુનિયર એનટીઆર (Junior NTR) મુખ્ય ભૂમિકામાં છે, જેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ (Ajay Devgn) મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનેત્રીએ આજે સવારે (27/03/2022) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જઈને ફિલ્મ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તેણીએ RRR ફિલ્મના વિશ્વવ્યાપી ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનને શેર કર્યું હતું અને કહ્યું કે તેણી આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર છે.

Kangana Ranaut Instagram Storyજેમાં કંગનાએ કેપ્શનમાં લખ્યું કે, “મારા સૌથી મનપસંદ લેખક + દિગ્દર્શક જેમને જોવા માટે હું રાહ નથી જોઈ શકતી…” અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં તેની રિલીઝના પ્રથમ દિવસે રૂ. 223 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કલેક્ટ કર્યું હતું. કંગના અને વિજયેન્દ્ર પ્રસાદે ભૂતકાળમાં બે પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે. જેમાં મણિકર્ણિકા ઝાંસીની રાણી વર્ષ 2019માં અને વર્ષ 2021માં જયલલિતાની બાયોપિક થલાઈવી છે.

વિજયેન્દ્ર પ્રસાદ અત્યારે અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘સીતા- ધ ઈન્કાર્નેશન’ની પટકથા લખી રહ્યા છે. કંગનાના ફેન્સને જયારે પણ અભિનેત્રી કોઈ સહ કલાકાર કે બૉલીવુડ હસ્તીની પ્રશંસા કરી છે, ત્યારે ત્યારે તેમના મિક્સ્ડ રિએક્શન જોવા મળ્યા છે. અભિનેત્રી કંગના રનૌત એ વિજયેન્દ્ર પ્રસાદની મોટી ફેન છે.

આ પણ વાંચો –  શું સબા આઝાદ અને રિતિક રોશને તેમની રિલેશનશિપ ઓફિશિયલ કરી ? જુઓ Photos

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati