ભરુચના પશ્વિમ વિસ્તારના રસ્તો બિસ્માર, સ્થાનિકોએ પીપુડી વગાડી કર્યો વિરોધ, વહેલી તકે રોડનું સમારકામ કરવાની માગ, જુઓ Video

ભરુચના પશ્વિમ વિસ્તારના રસ્તો બિસ્માર, સ્થાનિકોએ પીપુડી વગાડી કર્યો વિરોધ, વહેલી તકે રોડનું સમારકામ કરવાની માગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2024 | 1:19 PM

ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. ભરુચમાં વરસાદ પડતાની સાથે જ રસ્તા બિસ્માર થઇ ગયા છે અને ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે. ભરુચમાં વરસાદ પડતાની સાથે જ રસ્તા બિસ્માર થઇ ગયા છે અને ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકો આ રસ્તાથી પરેશાન થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.

પશ્ચિમ વિસ્તારના રહિશોએ પીપુડી વગાડી પાલિકાને ઊંઘમાંથી જગાડવા વિરોધ નોધાવ્યો હતો. સ્થાનિકોએ પાલિકામાં હલ્લાબોલ કરી મુખ્ય અધિકારીને રજૂઆતો કરી હતી. જો વહેલી તકે આ માર્ગનું સમારકામ નહીં કરાય તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રહિશોએ પીપુડી વગાડીને કર્યો વિરોધ

પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખતે ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં પાલિકા દ્વારા ખાડા પુરાયાં નથી. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે. પરંતુ નિરંતર વરસાદના અને હાઇવેના વાહનો શહેરમાં ડાયવર્ટ કરાયા હોવાના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. ખાસ કરીને મહંમદપુરાથી ઢાલ સહિતના રસ્તાના મામલે પશ્ચિમ વિસ્તારના રહીશોના બે અલગ અલગ જૂથ રજૂઆત કરવા માટે આવતાં રાજકારણમાં નવી ચર્ચાએ જોર પકડયું છે.

( વીથ ઈનપુટ – અંકિત મોદી, ભરુચ ) 

g clip-path="url(#clip0_868_265)">