Sabarkantha Rain : ખેડબ્રહ્મામાં જળબંબાકાર, ખેતરો પાણીમાં ગરકાવ, કડિયાદરમાં ઘરોમાં ભરાયા ઘુંટણસમા પાણી, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વાસણા કંપા વિસ્તારમાં આવેલા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વાસણા કંપા વિસ્તારમાં આવેલા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીમાં મોટાપાયે નુકસાન થયું છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
કડિયાદરાના ઘરોમાં ઘૂંટણસમા પાણી
સાબરકાંઠામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ઈડરના કડિયાદરામાં નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થિતિ વણસી હતી. દર વર્ષે એકની એક સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રજૂઆતો છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
Normal life thrown out of gear due to rains and severe waterlogging in #Idar #Sabarkantha #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/cdjtXwULpL
— Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2025
ભૂતિયા નદીમાં પાણીની આવક
સ્થાનિકોનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની નજીક જ નાનું અને નીચું ગરનાળુ બનાવવાને લીધે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. દર ચોમાસે ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીમાં મુકાવાનો વારો આવે છે. પરંતુ, પાણી ભરાવાની આ સમસ્યા ઉકેલવા માટે તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી હલી રહ્યું.
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઈડર તાલુકાની ભૂતિયા નદીમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. કડીયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીમાં પાણી આવ્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો