“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video

“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video

| Edited By: | Updated on: Feb 15, 2026 | 3:50 PM

ટ્રેડ ડીલ (FTA) મામલે રાજનીતિ ગરમાઈ છે. ખેડૂતોના હિતના નામે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા સીધો પડકાર ફેંક્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે FTA-ટ્રેડ ડીલ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો સામે પડકાર ફેંકતા જણાવ્યું છે કે, જો રાહુલ ગાંધીને લાગે છે કે, આ ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થયું છે, તો તેઓ મંચ નક્કી કરી લે, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ત્યાં આવીને તેમની સાથે ચર્ચા કરશે. અમિત શાહે ઉમેર્યું કે, PM મોદી ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે અને સરકારે પશુપાલકો તેમજ માછીમારો માટે વૈશ્વિક બજારના રસ્તા ખોલી દીધા છે.

તેમણે આંકડાકીય સરખામણી કરતા કહ્યું કે, UPA સરકારે માત્ર 26,000 કરોડનું અનાજ ખરીદ્યું હતું, જ્યારે અમારી સરકારે 10 વર્ષમાં 15 ગણું વધુ એટલે કે 1 લાખ 29 હજાર કરોડનું અનાજ MSP પર ખરીદ્યું છે. અંતમાં તેમણે કટાક્ષ કર્યો કે, કોંગ્રેસે 70 વર્ષમાં માત્ર એક વાર લોન માફીનું ઝૂનઝૂનું પકડાવ્યું હતું, જ્યારે PM મોદી 10 વર્ષથી દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સીધા જમા કરી રહ્યા છે.

આ પણ વાંચો: 64 કિલો સોનું ગાયબ! મહુડી જૈન તીર્થધામમાં કરોડોના સોનાની ઉચાપતના આક્ષેપથી ખળભળાટ, ટ્રસ્ટીઓ અને સભ્યો વચ્ચે જામ્યો જંગ

Published on: Feb 15, 2026 03:48 PM