Rajkot : રૈયાધાર વિસ્તારમાં બબાલ, કુખ્યાત ગેંગ દ્વારા ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે કર્યો હુમલો, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં મોડી રાત્રે રૈયાધાર વિસ્તારમાં બબાલની ઘટના બની છે. કુખ્યાત ગેંગ દ્વારા ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો.
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં મોડી રાત્રે રૈયાધાર વિસ્તારમાં બબાલની ઘટના બની છે. કુખ્યાત ગેંગ દ્વારા ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી.
કુખ્યાત ગેંગે ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે કર્યો હુમલો
રાજકોટમાં બે દિવસ પહેલા થયેલી માથાકૂટની અદાવતને લઈને બબાલ થઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કુખ્યાત ગેંગ દ્વારા ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા થયેલી માથાકૂટની અદાવતને લઈને બબાલ થઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
