પંચમહાલ વીડિયો : માનવતા સર્મશાર કરતી ઘટના, પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર ગ્રામજનોએ અટકાવ્યા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઇ ગામમાં જ્ઞાતિવાદનું વેર રાખીને પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યાનો ગ્રામજનો પર આરોપ લાગ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ગામના સ્મશાનમાં ગ્રામજનોએ મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2023 | 2:33 PM

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઇ ગામમાં જ્ઞાતિવાદનું વેર રાખીને પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યાનો ગ્રામજનો પર આરોપ લાગ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ગામના સ્મશાનમાં ગ્રામજનોએ મહિલાના અંતિમ સંસ્કાર અટકાવ્યા છે. અને 2 દિવસ સુધી મહિલાના મૃતદેહને ઘરમાં રાખવાની નોબત આવી છે.આખરે સ્માશાનમાં પ્રવેશ ન મળતા પરિવારજનોએ પોતાના ખેતરના છેડે મહિલાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

તો કંકોડાકોઇ ગામે પહોંચેલી TV9ની ટીમે સરપંચ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે સ્માશાનમાં અગ્નિદાહની ગ્રામજનોએ મંજૂરો નહોતી આપી. સ્મશાન ગૃહને વિધિવત રીતે શરૂ ન કરાયું હોવાથી ગ્રામજનોએ ઇન્કાર કર્યાનો દાવો ગામના સરપંચે કર્યો છે.તો નાયક સમાજના અગ્રણીએ જ્ઞાતિવાદના આરોપો ફગાવ્યા છે. અને દાવો કર્યો કે નવનિર્મિત સ્મશાનનું વિધિ વિધાન કરવાનું બાકી હોવાથી પરિવારને અટકાવ્યા હતા.તો આ સાથે જ દાવો કર્યો કે સમગ્ર મામલે જે તે સમયે સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું.

એક તરફ કાળા માથાનો માનવી ભલે ચંદ્ર પર પહોંચી ગયો.પરંતુ સમાજનો એક ખૂણો એવો પણ છે જ્યાં જ્ઞાતિવાદનું ભૂત આજેપણ ધૂણી રહ્યું છે.ઘોઘંબાની આ ઘટના ચાડી ખાઇ રહી છે કે સમાજ આજે પણ રૂઢિચુસ્ત માન્યતાઓને વળગી રહ્યો છે.અને જેનો શિકાર સમાજનો એક વર્ગ આજેપણ બની રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">