Video: છોટાઉદેપુરમાં તલાટીની અનિયમિતતાથી કંટાળી ગામ લોકોએ પંચાયત કચેરીને કરી તાળાબંધી

Chhota Udepur: છોટાઉદેપુરના નસવાડીમાં ગામલોકોએ તલાટીની અનિયમિતતાથી કંટાળી પંચાયત કચેરીને તાળાબંધી કરી હતી. સાકળત ગ્રામ પંચાયત ગામોની સંયુક્ત ગ્રામ પંચાયતમાં તલાટી ન મુકાતા ગામલોકોએ તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 8:16 PM

છોટાઉદેપુરમાં તલાટીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનોએ પંચાયત કચેરીને તાળાબંધી કરી. ઘટનાની વિગતે વાત કરીએ તો સાંકળ (તણખલા) ગ્રામ પંચાયત 5 ગામોની સંયુક્ત ગ્રામ પંચાયત છે. પંચાયતનો તલાટી સતત ગેરહાજર રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોની સમસ્યાને ધ્યાને લઈને 19 જાન્યુઆરીએ યોજાયેલી ગ્રામસભામાં કચેરીમાં તાળાબંધીનો નિર્ણય લેવાયો હતો. અગાઉ 4 વખત નસવાડી TDOને આવેદનપત્ર આપ્યા બાદ પણ કાયમી તલાટી ન મુકાતા આખરે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

તલાટી અનિયમિત હોવાથી ગામલોકોના અનેક કામો અટવાઈ પડે છે

નસવાડીના સાંકળ (તણખલા) જૂથ ગ્રામ પંચાયતમાં વર્તમાન તલાટી ઘણા અનિયમિત છે. જેના કારણે ગામલોકોના અનેક કામો અટવાઈ પડે છે. ગામલોકોએ આ અંગે અનેકવાર હાલના તલાટીને બદલી બીજા તલાટી મુકવાની માગ કરી હતી. પરંતુ તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા ગામલોકો તેમજ સરપંચ, ડે.સરપંચ, સભ્યો તેમજ ગામલોકોએ ભેગા મળીને ગ્રામ પંચાયત કચેરીને તાળુ મારી દીધુ હતુ.

આ પણ વાંચો: છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી

સરપંચ અને ગામલોકોના જણાવ્યા મુજબ તલાટી અનિયતમિત છે, ઉપરાંત ગામ લોકો પાસેથી કોઈપણ કામ કરાવવાના પૈસા માગે છે. જેને લઈને પણ ગામલોકોમાં રોષ ફેલાયો અને તલાટી બદલવાની માગ ઉઠી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">