AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટાઉદેપુર: નસવાડી CSC હોસ્પિટલનો તબીબ ચાલુ ફરજે અંગત કામે બહાર, મૃત દર્દીને બીજે રિફર કરાતા પરિવારજનોનો હલ્લાબોલ

સમયસર યોગ્ય સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો દર્દીના સગાનો આક્ષેપ છે.ચોરામલ ગામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.

છોટાઉદેપુર: નસવાડી CSC હોસ્પિટલનો તબીબ ચાલુ ફરજે અંગત કામે બહાર, મૃત દર્દીને બીજે રિફર કરાતા પરિવારજનોનો હલ્લાબોલ
Nasvadi CSC Hospital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 10:23 AM
Share

છોટાઉદેપુરના નસવાડીમાં CSC હોસ્પિટલમાં વૃદ્ધનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.તબીબની બેદરકારીના કારણે વૃદ્ધનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. સમયસર યોગ્ય સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો દર્દીના સગાનો આક્ષેપ છે.ચોરામલ ગામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.પરંતુ દાખલ કર્યા પછી દોઢ કલાક બાદ તબીબ તપાસવા આવ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે. હોસ્પિટલમાં ફરજ પરનો તબીબ ગેરહાજર હતો.

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા

બીજી તરફ મૃત દર્દીને 108 મારફતે અન્ય હોસ્પિટલ રીફર કરવાનું કહેતા મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ ડોક્ટરે પણ પોતાની ભૂલ સ્વીકારી. અને કહ્યું ચાલુ નોકરીએ અંગત કામથી બહાર ગયો હોવાની કબુલાત કરી હતો.

તો આ તરફ અમદાવાદ કોર્પોરેશને મુન્નાભાઈઓ પર સપાટો બોલાવ્યો છે. શહેરના હાઈ રિસ્ક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતુ. મનપાની આરોગ્ય ટીમે નારોલ અને લાંભામાં બોગસ ડીગ્રી અને ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો સામે તવાઈ બોલાવી હતી. ચેકિંગ સમયે અત્યારસુધીમાં લગભગ 8 ક્લિનિક સીલ કરાયા હતા. જાણીતા ડોક્ટરોના નામ લગાવીને બોગસ પ્રેક્ટિસ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

બોગસ તબીબો હોમિયોપેથીના સર્ટિફિકેટ ઉપર એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. એક કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ બોગસ ક્લિનિક જોવા મળ્યા હતા. આગામી સમયમાં ધારા ધોરણો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરાશે. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે મુન્નાભાઈઓમાં ફફડાટ ફેલાયો હતો.

Follow Us
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
g clip-path="url(#clip0_868_265)">