VALSAD : ઉમરગામમાં સર્વાધિક 16 ઈંચ વરસાદ, રોહિતવાસમાં કેડસમા પાણી ભરાયા

Rain in Vaslad : ઉમરગામમાં સર્વાધિક 16 ઈંચ વરસાદ પડતા રોહિતવાસ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 3:41 PM

VALSAD : વલસાડ જિલ્લામાં મેઘરાજા દે ધનાધન વરસ્યા છે. ઉમરગામમાં સર્વાધિક 16 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે, તો વાપીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.પારડી, કપરાડામાં 2 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.ઉમરગામ અને વલસાડના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં.આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી.ઉમરગામની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા.જો કે દુકાનદારોએ માલ ઉપર મૂકી દીધો હોવાથી મોટી નુકસાની ટળી.

તો દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો. ઉમરગામના રોહિતવાસ વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. ઉમરગામનો રોહિતવાસ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

વલસાડમાં મેઘમહેર યથાવત્ છે. આજે સવારથી જ વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં વલસાડ અને વાપીમાં સવા એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે..ઉમરગામમાં દોઢ ઈંચ અને પારડીમાં સવા 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેરથી નાના-મોટા નદી-નાળા છલકાઈ ગયા છે.કેટલાક બેઠા પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો, તો વહીવટી તંત્રએ લોકોને પુલ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી હતી. વલસાડના ઉમરગામની વારોલી નદી બે કાંઠે વહેવા લાગી હતી. વારોલી નદીમાં પ્રચંડ પ્રવાહ જોવા લોકો પુલ પર ટોળે વળ્યાં હતા. મેઘરાજાએ વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવતા ખેતીને ફાયદો મળશે.

આ પણ વાંચો : NAVSARI : વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">