કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક કરશે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. આવતીકાલે એટલે કે શુક્રવારથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક કરશે.
આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
