રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન, સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જુઓ Video
હાઈકોર્ટની ટકોર અને DGPના આદેશ બાદ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં છે. હેલમેટ વગરના વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે આ ડ્રાઈવ સામાન્ય નાગરિકો માટે નહીં પરંતુ ખાસ સરકારી કર્મચારીઓ સામે યોજાઈ છે.
હાઈકોર્ટની ટકોર અને DGPના આદેશ બાદ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં છે. હેલમેટ વગરના વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે આ ડ્રાઈવ સામાન્ય નાગરિકો માટે નહીં પરંતુ ખાસ સરકારી કર્મચારીઓ સામે યોજાઈ છે. અમદાવાદ,સુરત, રાજકોટ, વડોદરા સહિતના તમામ સ્થળો પર સરકારી કચેરી બહાર ડ્રાઈવનું આયોજન કરાયું.
અમદાવાદમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઈને પોલીસની ટીમ કામ કરતી નજરે પડી. અહીં હાઈકોર્ટ બહાર પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હેલમેટ વગર હાઈકોર્ટમાં પ્રવેશતા લોકો સામે કાર્યવાહી કરી છે. આ તરફ સુરતમાં પણ હેલમેટ વગર આવનારા કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો.
રાજકોટમાં પોલીસ કમિશનરની ઓફિસ બહાર પણ ડ્રાઈવનું આયોજન થયું. તો આ તરફ વડોદરામાં પોલીસ ભવન, નર્મદા ભુવન બહાર પોલીસે તપાસ કરતાં અનેક કર્મચારીઓ હેલમેટ વગર ઝડપાયા. સરકારી કચેરી બહાર થયેલી ડ્રાઈવથી પોલીસનું માનવું છે કે જો સરકારી કર્મચારીઓ નિયમોનું પાલન કરશે તો સામાન્ય લોકો પણ નિયમનું પાલન કરવા તૈયાર થશે.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
