AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Jun 14, 2024 | 10:06 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર બોટાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આજે ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 જૂને ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

16જૂને ક્યાં પડશે વરસાદ ?

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 જૂને ક્યાં પડશે વરસાદ ?

વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">