આજનું હવામાન : નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દક્ષિણ ભાગોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શકયતા છે.
અંબાલાલ પટેલે નવરાત્રીમાં કરી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસારે 4 અને 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ પણ છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, દાહોદ, પોરબંદર, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વડોદરા, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મહેસાણા, ખેડા,જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર,ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.