જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં નિ:શુલ્ક અપાતી કચરાની ડોલ લેવા થઈ પડાપડી- Video

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં નિ:શુલ્ક અપાતી કચરાની ડોલ લેવા થઈ પડાપડી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2024 | 4:40 PM

જુનાગઢમાં કચરાની ડોલો માટે રીતસર લૂંટ મચી ગઈ હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા. જુનાગઢ મનપા દ્વારા જે કચરાની ડોલોનુ વિતરણ કરવામાં આવે છે તેમા રીતસર પડાપડીના દૃશ્યો સામે આવ્યા. શહેરના ટીંબાવાડી વિસ્તારમાં કચરાની ડોલ લેવા માટે મહિલાઓએ ધક્કામુક્કી અને પડાપડી કરી હતી.

જુનાગઢ મનપાની ઝોલન કચેરીમાં કચરાની ડોલ લેવા માટે લોકોએ પડાપડી કરી. મહાનગરપાલિકા દ્વારા આ અપાતી નિ:શુલ્ક ડોલ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષનો વેરો ભર્યો હોય તેને જ ડોલનું વિતરણ કરવામાં આવે છે. શહેરની અલગ અલગ ઝોનલ ઓફિસ ખાતે હાલ ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમા ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ ડોલ આપવામાં આવે છે. ટીંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે ડોલ લેવા માટે ધક્કા મુક્કી અને અફરાતફરી મચી ગઈ હતી.

વિતરણ વ્યવસ્થામાં ડખો થતા મહિલાઓએ ધક્કા મુક્કી કરી ડોલ લઈ લીધી હતી. મનપાના કર્મચારીએએ આ સમગ્ર મામલે કમિશનર સહિતનાઓને રજૂઆત કરી હતી. છેલ્લા પાંચ દિવસથી ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. તમામ જગ્યાએ ડોલ લેવા માટે માટે લાંબી લાઈનો લાગી રહી છે. છેલ્લા પાંચ દિવસથી શહેરની વિવિધ ઝોનલ ઓફિસ દ્વારા કચરાની ડોલનુ વિતરણ થઈ રહ્યુ છે. જો કે આજે રીતસર જાણે ડોલોને લૂંટ મચી ગઈ હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. જે ઘણુ જ શરમજનક પણ કહી શકાય. સોશિયલ મીડિયામાં પણ ડોલોની લૂંટનો આ વીડિયો વાયરલ થયો છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">