AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવરકુંડલામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ - Video

સાવરકુંડલામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ – Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2024 | 4:09 PM
Share

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી કરનારી એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી છે. ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા 89.44 લાખ પરત કરવા આદેશ કર્યો છે.

અમરેલીના સાવરકુંડલામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી ગરવીશ ઈન્ફ્રાસ્ટક્ચરને નોટિસ ફટકારવામાં આવી છએ. નબળી કામગીરી કરનાર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી છે અને તંત્રએ ચુકવેલા 89.44 લાખની રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. એજન્સીએ 10 દિવસમાં તમામ રકમ પરત કરવી પડશે. 2 વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ખૂલાસો થયો હતો.

મહત્વનું છે, 2 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ડમ્પિંગ સાઇટની દીવાલ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં યોગ્ય મટીરિયલ નહીં વાપરીને ભ્રષ્ટાચાર આચર્યા અંગેની ફરિયાદ પણ કરાઇ હતી. પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસિયા અને સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલને ફરિયાદ મળતા તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જે, બાદ પાલિકા કમિશનરે તપાસ કરાવતા ભ્રષ્ટાચારની ગંધ આવી. જેને લઇ, પાલિકાએ ગરવીશ એજન્સીને નોટિસ ફટકારી રકમ પરત ચૂકવવા આદેશ આપ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 25, 2024 04:09 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">