Rain News : તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા, 9 રસ્તા કરાયા બંધ, જુઓ Video
દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાપીમાં જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ હતી.
દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાપીમાં જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ હતી. નદીમાં પાણીની ભરપુર આવક થતા પાણીનો પ્રવાહ વધ્યો છે.
9 લો લેવલ પુલ બંધ કરાયા
હાલ ગ્રામીણ વિસ્તારમાં 9 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ બંધ કરાયા છે. સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય છે. ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો છે. લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં નદી-નાળા છલકાયા
મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં નદી-નાળા, ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચિત્તલદા ગામ નજીકથી પસાર થતી વિરા નદીમાં પૂરની સ્થિતિ છે. સતત વરસાદથી પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ. ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યા માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. અત્યાર સુધી ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.