ઇઝરાયલના ડિફેન્સ સેક્ટરમાં સુરતી ડ્રોન કામા કાઝીનો ઉપયોગ થશે, જાણો મેક ઈન ઇન્ડિયા ડ્રોનની ખાસિયત વીડિયો દ્વારા

આમ તો ઈઝરાયલને ડિફેન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે આ ઈઝરાયલ હવે સુરતના એક યુવકની કંપની પાસેથી કામાકાઝી ડ્રોન ખરીદવાની છે. આ હકીકત છે કે સુરતના યુવકની કંપનીના ડ્રોન ઈઝરાયલની કંપની ખરીદી રહી છે અને આ માટે મોટો ઓર્ડર આપી પણ દીધો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 23, 2024 | 11:20 AM

આમ તો ઈઝરાયલને ડિફેન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે આ ઈઝરાયલ હવે સુરતના એક યુવકની કંપની પાસેથી કામાકાઝી ડ્રોન ખરીદવાની છે. આ હકીકત છે કે સુરતના યુવકની કંપનીના ડ્રોન ઈઝરાયલની કંપની ખરીદી રહી છે અને આ માટે મોટો ઓર્ડર આપી પણ દીધો છે. રૂપિયા  500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઈઝરાયલ મોકલાશે.

જો આ ડ્રોનની ખાસિયતની વાત કરવામાં આવે તો તેનું વજન અઢી થી ત્રણ કિલો છે. ડ્રોન કોમ્પેક્ટ સાઇઝ ધરાવે છે. આ ડ્રોન માત્રને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ એક આત્મઘાતી ડ્રોન છે. એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઈલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે. આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે. તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફીટ કરાયેલા હોય છે. ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે જે ડ્રોન પર ફીટ કરાયેલ કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે. જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે. ડ્રોન 250 kmની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કાંઈ સમજી કે વિચારી શકે તે પહેલા તેના નિશાના પર જઈને કરોડોની ટેંક કે તેમના ઠેકાણાને ધ્વસ્થ કરી નાખે છે.
ડ્રોન બનાવનાર ઇનસાઇડ FPV કંપનીના સ્થાપક અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે તેની કિંમત અંદાજે બેથી ત્રણ લાખ રૂપિયા છે. હાલ સુધી આ ટેક્નોલોજી ભારત પાસે ન હતી પરંતુ હવે અમે ડેવલપ કરી શક્યા છે. આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા અમને ખાસ પુરસ્કૃત પણ કરાયા છે. અમે આ ડ્રોન ભારતની ડિફેન્સને પણ આપ્યા છે. ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઇ રહ્યું છે. જેમાં હવે ઈઝરાયલ તેમની સુરક્ષા-સર્વેલન્સ માટે ભારતથી બનેલા ડ્રોનનો ઉપયોગ કરશે.

સુરતના અર્થ ચૌધરીએ આ કમાલ કરી છે ત્યારે આપને જણાવી દઈએ કે હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં અર્થ ચૌધરી આવ્યા હતા. અને આ જ અર્થ ચૌધરીની કંપનીના ડ્રોન હવે ઈઝરાયલની ઉડાન ભરવા તૈયાર છે. આ ઘડી ના માત્ર સુરત કે ગુજરાત પરંતુ દેશભર માટે નવી દિશા ખોલશે કારણ કે ભારતમાં પણ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રોડક્ટ બનતી થશે અને દુનિયા તેને ખરીદશે.

Follow Us:
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ
પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાયપુર દરવાજા નજીક જવેલર્સના કર્મચારી પાસેથી 1 કિલો સોનાની લૂંટ
રાયપુર દરવાજા નજીક જવેલર્સના કર્મચારી પાસેથી 1 કિલો સોનાની લૂંટ
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા
સરકારી શાળાઓમાં બાળકો પુસ્તક વગર ભણવા મજબૂર
સરકારી શાળાઓમાં બાળકો પુસ્તક વગર ભણવા મજબૂર
વરસાદી પાણી સંગ્રહ કરવા બનાવશે ખંભાતી કૂવા
વરસાદી પાણી સંગ્રહ કરવા બનાવશે ખંભાતી કૂવા
સુરતના કાપોદ્રામાં દેહવ્યાપારના દૂષણનો પર્દાફાશ
સુરતના કાપોદ્રામાં દેહવ્યાપારના દૂષણનો પર્દાફાશ
વિરમગામ માંડલ રોડ પર કારને અકસ્માત નડ્યો, 2ના મોત, 4 ઘાયલ, જુઓ
વિરમગામ માંડલ રોડ પર કારને અકસ્માત નડ્યો, 2ના મોત, 4 ઘાયલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">