સુરત વીડિયો : સુરતીઓને ‘કાળા પાણી’ની સજા! ખાડીપૂરના કારણે લોકો ઘરમાં જેલની જેમ પૂરાઈ જવા મજબૂર બન્યા

સુરત : સુરતીઓને આજકાલ અંગ્રેજોના સમયની 'કાળા પાણી'ની સજા મળી હોય એવી સ્થિતિ બની છે.અહીંની ખાડીઓમાં દર વર્ષની જેમ ખાડીપૂર આવતા લોકો ઘરમાં જેલની જેમ પૂરાઈ ગયા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 26, 2024 | 9:35 AM

સુરત : સુરતીઓને આજકાલ અંગ્રેજોના સમયની ‘કાળા પાણી’ની સજા મળી હોય એવી સ્થિતિ બની છે.અહીંની ખાડીઓમાં દર વર્ષની જેમ ખાડીપૂર આવતા લોકો ઘરમાં જેલની જેમ પૂરાઈ ગયા છે.

પૂરથી ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના તમામ વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો પાણીની વચ્ચે ફસાયા છે અને કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી તેવા સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ સાશકો પર આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સુરતની ખાડીઓની હાલની સ્થિતી એ વાતની સાબિતી છે કે પાલિકાનો પ્લાન હંમેશ મુજબ પાણીમાં ગયો છે. સુરતમાં વરસાદે વિરામ લીધો પરંતુ આફતે નહીં…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">