Surat: અધુરા માસે જન્મેલી જોડિયા બાળકીઓએ કોરોનાને હરાવ્યો, 28 દિવસે જીતી કોરોના સામેનો જંગ

બાળકીઓને સરકારની મા કાર્ડ યોજના હેઠળ સારવાર આપવામાં આવી હતી. જેના કારણે બાળકીઓને આ હોસ્પિટલમાં સારવાર પણ વિનામૂલ્યે થઇ હતી. 28 દિવસની મેરેથોન સારવાર બાદ અંતે બંને બાળકીઓએ કોરોનાને હરાવ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:42 AM

સુરત (Surat)માં બે જોડીયા બાળકીઓએ કોરોનાને હરાવ્યો છે. આ જોડીયા (Twins) બાળકીઓ અધૂરા માસે જન્મી હતી અને કોરોના સંક્રમિત (Corona) થઇ હતી. 28 દિવસની સારવાર બાદ અંતે જોડિયા બાળકીઓએ કોરોનાને હરાવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

11 જાન્યુઆરીના રોજ સુરતની ડાયમંડ હોસ્પિટલમાં બે જોડિયા બાળકીઓને દાખલ કરવામાં આવી હતી. આ બંને બાળકીઓ અધુરા માસે જન્મેલી હતી. બંને બાળકીઓના વજન અનુક્રમે 1200 અને 1400 ગ્રામ હતા. બાળકીઓ અધૂરા માસે જન્મી હોવાથી તેમના ફેફસા ખૂબ જ નબળા હતા. ઉપરાંત બાળકીઓને કોરોના પણ હતો. ત્યારે બાળકીઓને સ્વસ્થ થવાની સાથે કોરોનાને પણ હરાવવુ અઘરુ હતુ. જો કે તબીબોએ બાળકીઓની સારવાર પાછળ ખૂબ જ મહેનત કરી હતી. કોરોનાને કારણે બાળકીઓને C-PAP મશીન દ્વારા તેમજ અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.

બાળકીઓને સરકારનીયોજના હેઠળ સારવાર આપવામાં આવી હતી. જેના કારણે બાળકીઓને આ હોસ્પિટલમાં સારવાર પણ વિનામૂલ્યે થઇ હતી. 28 દિવસની મેરેથોન સારવાર બાદ અંતે બંને બાળકીઓએ કોરોનાને હરાવ્યો છે અને લાંબી સારવાર બાદ ઘરે પરત ફરી છે ત્યારે પરિવારજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. બાળકીના પરિવારજનોએ ડોક્ટરનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો-

વીજ કંપનીઓ યુનિટના ભાવ વધારતી નથી છતાં બિલની રકમ વધતી જાય છે, જાણો કઈ રીતે ચૂપચાપ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લેવાય છે

આ પણ વાંચો-

રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">