ગુજરાતમાં આજે કોરોનાના 7606 કેસ નોંધાયા, 34ના મોત

ગુજરાતમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ, કોરોનાને કારણે મોતની સંખ્યા વધી રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે. રાજયમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાને કારણે 34 દર્દીઓના મોતના સમાચાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:40 PM

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ, કોરોનાને કારણે મોતની (Death) સંખ્યા વધી રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે. રાજયમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાને કારણે 34 દર્દીઓના મોતના સમાચાર છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો થયો છે. એક દિવસમાં 7, હજાર 606 નવા કેસ નોંધાયા. તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 118 કેસ સાથે 10 દર્દીના નિધન થયા. તો વડોદરા શહેરમાં કોરોનાના 1127 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 238 કોરોના કેસ સાથે 2નાં મોત થયા.જ્યારે સુરત શહેરમાં કોરોનાના 227 કેસ અને 3 લોકોનાં મોત થયા છે. સુરત જિલ્લામાં પણ 162 પોઝિટિવ કેસ અને 3 લોકોનાં નિધન થયા. તો ગાંધીનગર શહેરમાં નવા 354 કેસ અને 2ના મોત થયા. ભાવનગરમાં 65 નવા કેસ અને 1 દર્દીનું મોત થયું. આ તરફ જામનગર શહેરમાં કુલ 49 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 13 હજાર 195 દર્દી સાજા થયા છે.જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થયો છે. રાજ્યમાં હાલ 63 હજાર 564 એક્ટિવ કેસ છે. જેમાંથી 266 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 63 હજાર 298 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય.પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે.રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.સતત બીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધારે 10 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.વડોદરા શહેરમાં કુલ 4 દર્દીના મોત થયા છે.જ્યારે સુરત શહેર અને જિલ્લામાં કુલ 6 લોકોનો કોરોના ભરખી ગયો છે.જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 2-2 લોકોના મોત થયા છ..તો ભરૂચમાં 3 અને ભાવનગર શહેર અને જિલ્લામાં એક એક દર્દીનું મોત થયું.તો મોરબી, જામનગર, વલસાડ અને પંચમહાલમાં એક એક દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો : Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

આ પણ વાંચો : Gujarat : 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે, ખુલ્લામાં યોજાતા લગ્નપ્રસંગોમાં 300 મહેમાનોને મંજૂરી

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">