વીજ કંપનીઓ યુનિટના ભાવ વધારતી નથી છતાં બિલની રકમ વધતી જાય છે, જાણો કઈ રીતે ચૂપચાપ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લેવાય છે

રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ છેલ્લા પાંચ વર્ષથી વીજ વપરાશના યુનિટના ભાવમાં કોઈ વધારો કરાતો ન હોવાનું કહી ક્રેડિટ લેવાની કોશિશ કરે છે પણ હકિકત આનાથી વિપરીત છે, ખરેખર તો તે છુપી રીતે ભાવવધારો કરી ગ્રાહકોના ખીસ્સા ખંખેરી રહી છે

વીજ કંપનીઓ યુનિટના ભાવ વધારતી નથી છતાં બિલની રકમ વધતી જાય છે, જાણો કઈ રીતે ચૂપચાપ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લેવાય છે
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 3:22 PM

રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ (Power companies) છેલ્લા પાંચ વર્ષથી વીજ વપરાશના યુનિટના ભાવમાં કોઈ વધારો કરાનો ન હોવાનું કહી ક્રેડિટ લેવાની કોશિશ કરે છે પણ હકિકત આનાથી વિપરીત છે. ખરેખર તો તે છુપી રીતે ભાવવધારો કરી ગ્રાહકો (Customers) પર બોજ નાખી રહી છે.

રાજ્યના ચાર સરકારી વીજ કંપનીઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (Gujarat Electricity Regulatory Commission)  બનાવાયેલું છે જે સમાન્ય રીતે જર્કના નામથી જાણિતું છે, તે યુનિટના ભાવમાં વધારો કરવો કે નહીં તે નક્કી કરે છે. તેણે છેલ્લા પાંચ વર્ષથી વીજ યુનિટના ભાવ વધાર્યા ન હોવાનું કહે છે. જોકે આ વાત ભ્રામક છે.

અહીં એ જાણવાની જરૂર છે કે જર્ક દ્વારા વીજ કંપનીઓને એફપીપીપીએ (Fuel & Power Purchase Price Adjustment) હેઠળ ચાર્જમાં કરવાની મંજૂરી આપવામાં આવે છે. દર ત્રણ મહિનાના ગાળામાં વીજ કંપનીઓ આ ચાર્જમાં વધારો કરી શકે છે. ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રણ માસના ગાળા બાદ આ ચાર્જમાં વધારો કરી દીધો છે. અગાઉ આ ચાર્જ 2.40 રૂપિયા હતો તે વધારીને 2.98 કરી દેવામાં આવ્યો છે. જેથી ગુજરાતના 1.30 કરોડ વીજ ગ્રાહકો પર વધુ બિલનું ભારણ આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ઉપરાંત વીજ કંપનીઓએ વીજ બીલ માટે જૂદા જૂદા સ્પેબ બનાવ્યા છે જે મુજબ વીજ વપરાશ વધતો જાય તેમ તેમ તેના ચાર્જ વધતાં જાય છે. જેમાં બેઝિક સ્લેબ 200 યુનિટનો રખાયો છે. આ સ્લેબમાં પણ ગ્રાહકો પાસેથી યુનિટદીઠ 7.09 રૂપિયાનો ઊંચો ચાર્જ વસુલાય છે. જ્યારે 300 યુનિટના સ્લેબ માટે 7.32 અને 400 કે તેથી વધુ યુનિટના સ્લેબ પર 7.59 રૂપિયા વસુલાય છે. જોકે પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આન્ધ્ર પ્રદેશમાં ગુજરાત કરતા ઓછા ચાર્જ વસુલાય છે તેથી ત્યાં સસ્તી વીજળી મળે છે. જ્યારે મહરાષ્ટ્રમાં યુનિટદીઠ ચાર્જ રૂ. 8.36 જેટલો ઊંચો છે. તેથી ત્યાં વીજળી મોંધી છે.

સામાન્ય રીતે વીજ વપરાશના યુનિટ પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી લાગવી જોઈએ. તેને બદલે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વિવિધ ચાર્જ વસુલ્યા બાદ જે સંપૂર્ણ બિલની રકમ ગણાય તેના પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી વસૂલીને પણ લૂંટ ચલાવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષથી વીજ કંપનીઓ યુનિટના દરમાં વધારો કરતી નથી પણ દર ત્રણ મહિને વીજ કંપનીઓને એફપીપીપીએનો ચાર્જ વધારીને યુનિટદીઠ આપોઆપ જ વધારો કરી દેવાની છૂટ આપવામાં આવી છે. દર ત્રણ મહિને ચૂપચાપ યુનિટના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. આવા વધારા માટે તેને જર્ક પાસેથી મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી. જર્કે આ પ્રકારે વીજદરમાં વધારો કરવાની પહેલાંથી જ અનુમતી આપી દીધેલી છે.

રહેઠાણના વીજવપરાશકારોનો માસિક વીજ વપરાશ 200 યુનિટ જ હોય તો તેમણે યુનિટદીઠ રૂ. 7.09 ચૂકવવા પડી રહ્યા છે. તેમનો વીજ વપરાશ વધતો જાય તેમ તેમ વીજયુનિટદીઠ ચાર્જ વધીને યુનિટે રૂ. 7.59 સુધી જાય છે. જેનું કોસ્ટક આ પ્રમાણે છે.

સંખ્યા મુજબ યુનિટના ભાવ

સ્લેબ              યુનિટ                          યુનિટદીઠ ભાવ

સ્લેબ-1       0થી 50 યુનિટ                 રૂ.3.05

સ્લેબ-2       51થી 100 યુનિટ            રૂ. 3.50

સ્લેબ-3       101થી 250 યુનિટ          રૂ. 4.15

સ્લેબ-4       250થી વધારે યુનિટ       રૂ. 5.20

યુનિટની સખ્યા પ્રમાણે લાગતા ચાર્જ  

વીજદર              મહિનાના યુનિટ         મહિનાના યુનિટ      મહિનાના યુનિટ

વિગત                   200                        300                    400

ફિક્સ ચાર્જ               રૂ. 70                     રૂ. 70                  રૂ. 70

વીજ બિલ                 રૂ. 743                  રૂ. 1210              રૂ. 1730

સરવાળો                   રૂ. 813                  રૂ. 1280               રૂ. 1800

યુનિટદીઠ ચાર્જ          રૂ. 3.94                રૂ.4.27                રૂ. 4.50

એફપીપીપીએ           રૂ. 420                  રૂ. 630                રૂ. 840

કુલ                             રૂ. 1233               રૂ. 1910              રૂ. 2600

વીજ કર (૧૫ ટકા)     રૂ. 185                 રૂ. 287                રૂ. 396

કુલ વીજબિલ             રૂ. 1418               રૂ. 2197             રૂ. 3036

યુનિટદીઠ ચાર્જ          રૂ. 7.09               રૂ. 7.32               રૂ. 7.59

આ પણ વાંચોઃ Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે

આ પણ વાંચોઃ Surat : ચૂંટણી પ્રચાર મટીરીયલના વેચાણમાં ઘટાડો માત્ર 10 કરોડના ઓર્ડર મળ્યા

g clip-path="url(#clip0_868_265)">